વિરોધ@ગુજરાત: ટેટ ટાટના ઉમેદવારોમાં આક્રોશ, ફરી ગાંધીનગરમાં કાઢશે રેલી અને કરશે આંદોલન

 
વિરોધ

24 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં ઉમેદવારો ઉગ્ર આંદોલન કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ટેટ-ટાટના ઉમેદવારો સતત કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે. સરકારે 24700 શિક્ષકોની ભરતીની જાહેરાત પણ કરી દીધી છે. પણ હજુ સુધી તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. ત્યારે હવે કાચબા ગતિએ ચાલતી ભરતીની પ્રક્રિયા જલ્દી પૂર્ણ થઇ જશે તેવું સરકાર પણ કહે છે. પણ ભરતી પ્રક્રિયા હાથ ધરતી નથી. જેથી હવે ટેટ ટાટના ઉમેદવારોમાં ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે.અને ફરી એક વખત ઉગ્ર આંદોલન માટે તેઓ તૈયાર છે. 24 ફેબ્રુઆરીએ બપોરે 12:00 વાગ્યે ગાંધીનગરમાં ઉમેદવારો ઉગ્ર આંદોલન કરશે અને સાથે જ રેલી પણ કાઢશે. અને તેમની માંગ સરકાર સામે રાખશે.

ટેટ ટાટ ઉમેદવારોની મુખ્ય માંગ

1. શિક્ષણ સહાયક (૯થી૧૨) નું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો.

2. ધોરણ 1થી8 વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લીસ્ટ જાહેર કરો.

3. અંદાજિત ૫૭૦૦જૂના શિક્ષકો અને ૧૨૦૦ આચાર્યની બદલી કેમ્પના અંતે ખાલી પડતી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે.

4. ગત વર્ષ મંજૂર થયેલ 2750 વિદ્યા સહાયકને ચાલુ ભરતીમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે

5. ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતીની તબ્બકાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવે.