વિરોધ@કચ્છ: શિક્ષકોની ઘટને લીધે હાઈવે ચક્કાજામ કરી નલિયામાં પ્રચંડ આંદોલન

 
આંદોલન
કચ્છ જિલ્લામાં ખાસ ભરતીની જાહેરાત બાદ પણ શિક્ષકોની ભરતી ન કરાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે પૂરતા શિક્ષકો ન હોવાથી નલિયામાં સામાજિક આગેવાનોએ આંદોલનનો સહારો લેવો પડયો છે. કચ્છ જિલ્લામાં કુલ 4700 શિક્ષકોની ઘટ છે. જેથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર થતી હોય છે. આ તમામ બાબતોને લઈ નલિયામાં સામાજિક આગેવાન લખન ધુવાએ હાઈવે પર ચક્કાજામ કર્યો છે. અબડાસા તાલુકામાં 600 શિક્ષકોની ઘટ છે. આ અગાઉ સરકારે કચ્છ જિલ્લામાં ખાસ ભરતીની જાહેરાત બાદ પણ શિક્ષકોની ભરતી ન કરાઈ. જેના લીધે એક મહિનામાં શિક્ષકોની ઘટની ભરતી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

કચ્છના 6 ધારાસભ્યોના કાર્યાલયને તાળાબંધી કરવાની આગેવાને ચીમકી ઉચ્ચારી છે. કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટના કારણે શિક્ષણ સ્તર કથળી રહ્યું છે. જેથી સામાજિક આગેવાન દ્વારા રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું.કચ્છ જિલ્લામાં સ્થાનિક ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નલિયામાં વિધાર્થીઓ દ્વારા શિક્ષકની ભરતી માંગને લઈ બાળકો બેનર અને સૂત્રોચાર સાથે નાયબ કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા. રેલી સ્વરૂપે અને સૂત્રોચાર સાથે વિધાર્થીઓ અને વાલીઓ અને આગેવાનો નલિયા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચીને શિક્ષક અમને ઝડપથી મળી રહે તેવી વિદ્યાર્થીઓએ માંગણી કરી હતી.