વેપાર@દેશ: સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર, જાણો આજનો લેટેસ્ટ રેટ

 
Gold
ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે ત્યારે જો તમે સોનુ કે ચાંદી ખરીદવા માગો છો તો અત્યારે સારો સમય છે. કારણ કે સોનાના ભાવમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ત્યારે ગઇકાલની તુલનાએ આજે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે ત્યારે આવો જાણીએ શું છે સોના ચાંદીની આજની કિંમત24 કેરેટ સોનું 99,000ની આસપાસ કારોબાર કરી રહ્યું છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 91400 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. ગઇકાલની તુલનાએ ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે.

આજે ચાંદીનો ભાવ 1,12,900 રૂપિયા પ્રતિ કિલો છે. જે લગભગ ફ્લેટ છે. સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.