વિરોધ@લીંબડી: મહામારી વચ્ચે ગટરનું કામ નહીં કરાતા સ્થાનિક રહીશોમાં રોષ

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે લીંબડી શહેરના વોર્ડ નં-5ના મિલ ક્વાર્ટરમાં ગટરનું કામ નહીં કરાતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મિલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા મહિલાઓ નગરપાલિકાએ ધસી આવી પ્રમુખના નામના છાજીયા લીધા હતા. પાલિકા પ્રમુખે કામ કરવાની બાંયધરી આપતા મહિલાઓનો રોષ શાંત પાડયો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી
 
વિરોધ@લીંબડી: મહામારી વચ્ચે ગટરનું કામ નહીં કરાતા સ્થાનિક રહીશોમાં રોષ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે લીંબડી શહેરના વોર્ડ નં-5ના મિલ ક્વાર્ટરમાં ગટરનું કામ નહીં કરાતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મિલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા મહિલાઓ નગરપાલિકાએ ધસી આવી પ્રમુખના નામના છાજીયા લીધા હતા. પાલિકા પ્રમુખે કામ કરવાની બાંયધરી આપતા મહિલાઓનો રોષ શાંત પાડયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી શહેરના વોર્ડ નંબર-5ના મિલ ક્વાર્ટરમાં છેલ્લા ઘણાં વર્ષોથી ભુગર્ભ ગટરનું કામ થયુ નથી. વિસ્તારમાં બાવળો ઉગી નીકળતાં જીવ-જંતુનો ત્રાસ વધી ગયો છે. ખુલ્લી ગટરના ગંદા અને દુર્ગંધ યુક્ત પાણીને કારણે મિલ ક્વાર્ટરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. છતાં સુધરાઈ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવતો નથી.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. પાલિકા પ્રમુખનો વોર્ડ હોવા છતા પાયાગત સુવિધા નહીં મળતા મિલ ક્વાર્ટરમાં રહેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અનેક રજૂઆતો કરવા છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા મિલ ક્વાર્ટરમાં રહેતા મહિલાઓનું ટોળું નગરપાલિકા કચેરીએ ધસી આવ્યું હતું. પાલિકા પ્રમુખના નામના છાજીયા લીધા હતા.