વિરોધ@મોરબી: હિન્દુ યુવા વાહિની સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહનનો પ્રયાસ
આગેવાનોએ રાહુલ ગાંધીના વિરોધમાં નારા લગાવ્યા હતા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં હિન્દુઓ માટે જે ટિપ્પણી કરવામાં આવેલ છે તેનો વિરોધ ઠેરઠેર કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં કમલેશભાઈ બોરિચાની આગેવાનીમાં હિન્દુ યુવા વાહિની સંસ્થાઓ મહાકાલ ગ્રૂપ, એકતા એજ લક્ષ્ય સંગઠન, આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ હિન્દુ પરિષદ, ઠાકોર સેના, મહાકાલ સેના તથા અન્ય સામાજિક સંગઠનના હોદેદારો સહિતના લોકો જોડાયા હતા.
રાહુલ ગાંધી હાય હાય સહિતના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાહુલ ગાંધીના પૂતળાને પેટ્રોલ છાંટીને લઈ આવ્યા હતા. તેને કાંડી ચાંપવામાં આવે તે પહેલા પોલીસે હિન્દુ સંગઠનના આગેવાનો પાસેથી પૂતળું આંચકી લીધું હતું. ત્યાર બાદ આગેવાનોએ રાહુલ ગાંધીના વિરોધમાં નારા લગાવ્યા હતા. અને દેશની સંસદમાં હિન્દૂ સમાજની લાગણી દુભાઇ તેવી ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી દેશની માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી.