વિરોધ@પાટણ: હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં પ્રવેશને લઈને વિવાદ, 400 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીનો દાવો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
HNGUમા પ્રવેશ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને NSUIએ વિરોધ નોંધાવ્યો. યુવરાજસિંહ જાડેજાએ યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપ લગાવ્યા. નર્સિંગ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ 400થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નિયમ વિરૂદ્ધ આપવામાં આવેલ પ્રવેશ રદ કરવાની કરી માગ કરવામાં આવી.
તેઓએ દાવો કર્યો હતો કે 400 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે. તેમના ભવિષ્ય સાથે રમત રમવામાં આવે છે. તેઓના કેટલાક વાલીઓ અમારી પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે યુનિ. તેમના પર દબાણ કરી રહી છે કે જો આ મુદ્દે આગળ વાત વધારી તો તેમના બાળકનું ભવિષ્ય ભયમાં મૂકાશે. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ તથા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના નિયમ વિરુદ્ધ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ર ઘણી બધી સંસ્થાઓ દ્વારા કાઉન્સિલ ના નિયમ-17 વિરુદ્ધ પ્રવેશ આપી દેવામાં આવ્યા છે અને આશ્ચર્યની વાત તો તે છે કે એ ગેરકાયદેસર રીતે પ્રવેશ આપનાર સંસ્થાઓના વિદ્યાર્થીઓને યુનિવર્સીટી દ્વારા કાઉન્સિલ જાણ કર્યા વગર પ્રવેશ કાયમ કરી એના એનરોલ્મેન્ટ નંબર પણ ફાળવી દેવામાં આવ્યા.વિદ્યાર્થીઓ એક સત્ર અભ્યાસ પણ પૂરો કરી લીધો અને યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લઇ લેવામાં આવી છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સ્થાઓ, યુનિવર્સિટીના કર્મચારી ઉપર કડકમાં કડક કાર્યવાહી 7 દિવસમાં કરવામાં નહીં આવે તો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે રાખી મહાઆંદોલન કરીશું અને આવનાર દિવસોમાં આરોગ્ય મંત્રીના ઘરના ઘેરાવો કરવો પડે કે વિધાનસભાને ઘેરાવો કરવો પડે એ માટેની પણ અમારી તૈયારી છે. 400 વિદ્યાર્થીઓના ભવિષ્યને સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની રજૂઆત કરી માગણી કરી હતી કે, જે વ્યક્તિના સહીથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેતરપિંડી થઈ છે એ છેતરપીંડીમાં એફઆઇઆર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની દાખલ કરે અને યુનિવર્સિટી જો દાખલ નહીં કરે તો વિદ્યાર્થી સાથે રાખી એના ભવિષ્ય સાથે જે ચેડાં થયા છે એની એફઆઈઆર અમે લખાવીશું.