વિરોધ@પાટણ: HNGUમાં નબીરાઓની દારૂ પાર્ટી મામલે ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUIનું પોલીસ સાથે ઘર્ષણ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં થોડા દિવસ પહેલા દારૂની મહેફિલોની વીડિયો વાયરલ થયાં હતાં. પરંતુ આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા આજે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI સંગઠન દ્વારા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે ધામા નાખવામાં આવ્યાં હતાં. HNGUમાં નબીરાઓની દારૂ પાર્ટી મામલે આજે ઘર્ષણ થયું છે. ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUIનું પોલીસ સાથે ઘર્ષણ થયું અને વાત લાફા સુધી પહોંચી ગઈ હતીં.
નબીરાઓની દારૂ પાર્ટી મામલે જવાબદાર સામે ફરિયાદ ન નોંધાતા વિરોધ કરાયો છે. એટલું જ નહીં પરંતુ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI ની ટીમની પ્રતીક ભૂખ હડતાલને લઇ પોલીસ બની સતર્ક ગઈ હતીં. પ્રતીક ભૂખ હડતાલને લઈને યુનિવર્સિટી પરિસરમાં પોલીસ કાફલો ખડકાઈ ગયો હતો. એટલું જ નહીં પરંતુ વહીવટી વિભાગ પરિસરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો.બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ માણતા જવાબદાર સામે ફરિયાદ કેમ ના નોંધાઇ? તે બાબત અને વિધ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને ગેરરીતિ બાબતે પ્રતીક ભૂખ હડતાલ યોજવાની હતી, જેથી યુનિવર્સિટીમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI કાર્યકરો એ ભારે હોબાળો મચાવ્યો હતો.