વિરોધ@સાબરકાંઠા: સ્કોલરશીપ બંધ કરાતા વિદ્યાર્થીઓમાં રોષ, ABVP અને નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ

પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હિંમતનગર ઉમાશંકર બ્રીજ મોતીપુરા સર્કલ પાસે ABVP અને નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ આવ્યું હતું. SC/ST વિદ્યાર્થીઓને સ્કોલરશીપ બંધ કરાતા રાજ્યમાં વિવિધ જગ્યાએ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા સ્ટેટ હાઇવે પર માર્ગો ઉપર ABVP વિદ્યાર્થી પરિષદે અને નર્સિંગના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ABVP વિદ્યાર્થી પરિષદે હિંમતનગર બાયપાસ રોડ પર ચક્કાજામ કરી દેખાવો કર્યા. પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરી છે.
વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરાતા સરકાર સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં SC/ST વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપ સરકાર દ્વારા બંધ થતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ગઇ છે. જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. સાબરકાંઠા હાઇવે પર વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. હાઇવે રોડ પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવતા વિદ્યાર્થીઓની હિંમતનગર પોલીસે અટકાયત કરી છે.