વિરોધ@વડોદરા: 6 મહિનાથી પીવાનું પાણી ના મળતા સ્થાનિકોનો તંત્ર સામે હલ્લાબોલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વડોદરમાંથી એક સૌથી ખરાબ સમાચાર સામે આવ્યા છે, આકરા ઉનાળાના તાપ વચ્ચે શહેરીજનોનો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 6 મહિનાથી પીવાનું પાણી ના મળતા સ્થાનિકોએ તંત્ર સામે હલ્લાબોલ શરૂ કર્યો છે.કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે મહિલાઓ તંત્રના વિરોધમાં રસ્તાં પર ઉતરી છે. વડોદરામાં અત્યારે આકરી ગરમીમાં લોકો પાણીની સમસ્યાથી પીડાઇ રહ્યાં છે. 40 થી 43 ડિગ્રી તાપમાન સાથે વડોદરામાં સ્થાનિકોને બેવડી મુશ્કેલીઓ પડી છે.
સમગ્ર વિસ્તારમાં પીવાના પાણી પ્રશ્ને જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, અહીંની ચાર જેટલી સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાઓ છે, મહાકાળી સોસાયટી, આમ્રપાલી, સચ્ચિદાનંદ અને રાધાનગર સોસાયટીની સાથે અન્ય સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી પીવાનું પાણી સમયસર નથી મળી રહ્યું છે. તમામ સોસાયટીના રહીશોએ આજે ભેગા મળી એક રેલીનું આયોજન કર્યુ હતું. તંત્ર સામે સુત્રોચ્ચાર સાથે સમાની મુખ્ય કચેરીએ પગપાળા આવેદન આપવા જાય તે પહેલા પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.