વિરોધ@સુરત: કોંગ્રેસ વોટ ચોરીના મામલે આક્રમક મૂડમાં, 'વોટ ચોર, ગાદી છોડ'ના નારા લગાવ્યા

 
વિરોધ
કોંગ્રેસીઓ વરસતા વરસાદમાં દેખાવો કરતા નજરે પડ્યાં 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે (22મી ઓગસ્ટ) સુરતમાં રાજકારણીઓ અને પાટીદાર અનામત આંદોલન માટે એપી સેન્ટર એવા વરાછા રોડ મીની બજારમાં કોંગ્રેસે વોટ ચોરી મુદ્દે દેખાવો કર્યો હતો. જ્યારે પંચમહાલ અને ગોધરાના સરદાર નગર ખંડ નજીક 'વોટ ચોર, ગાદી છોડ'ના સૂત્રો સાથે કોંગ્રેસ દેખાવોકર્યો હતો. સુરત પાલિકાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. અચાનક જ બધા પક્ષના નેતા, કોર્પોરેટરો અને કાર્યકરો સક્રિય થઈ ગયાં છે. અત્યાર સુધી બે ચાર નેતાઓને બાદ કરતા સુસ્ત કોંગ્રેસ પણ સક્રિય થઈ ગઈ છે.

સુરત પાલિકાની ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ અચાનક સક્રિય થઈ ગઈ છે. કોંગ્રેસે જાહેર કરેલા 'વોટ ચોર, ગાદી છોડ'નો કાર્યક્રમ અંતર્ગત શુક્રવારે સુરતના વરાછા વિસ્તારમાં દેખાવોકર્યો હતો. કોંગ્રેસે દેખાવો કરવા માટે જે સમય આપ્યો હતો તે સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો તેમ છતાં કોંગ્રેસીઓ વરસતા વરસાદમાં દેખાવો કરતા નજરે પડ્યાં હતા. કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કરવા માટે પાટીદાર અનામત આંદોલન અને ભાજપ- આપ અને કોંગ્રેસ માટે એપી સેન્ટર બનેલા મીની બજાર સરદાર પ્રતિમા પાસેના માનગઢ ચોકની પસંદગી કરવામાં આવી હતી. પંચમહાલમાં વોટ ચોરી મામલે કોંગ્રેસ દ્વારા દેખાવો કર્યો હતો. ગોધરાના સરદાર નગર ખંડ પાસે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 'વોટ ચોર, ગાદી છોડ'ના સૂત્રો સાથે વિરોધ નોંધાવ્યો હતો.