વિરોધ@સુરેન્દ્રનગર: હેબતપુરમાં સરકારી શાળા બનાવવાના નિર્ણયને લઈને તંત્ર પર ગંભીર આરોપ, જાણો વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના હેબતપુર ગામમાં સરકારી શાળા બનાવવાના નિર્ણયને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. ગામમાં છ ઓરડાની સરકારી શાળા બનાવવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ શાળા ગામથી લગભગ બે કિલોમીટર દૂર બનાવવાનો પ્રસ્તાવ આવતાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે.
ગ્રામજનોના કહેવા મુજબ આટલી દૂર શાળા બનાવવાથી વિદ્યાર્થીઓ, ખાસ કરીને નાના બાળકોને ચાલીને જવું પડશે, ગામથી બે કિલોમીટર દૂર શાળા બનાવવાના નિર્ણયને ગ્રામજનોએ નકારી કાઢ્યો હતો અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે તેવો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ રજૂઆત અને માંગ કરી હતી.શાળા ગામની અંદર જ પંચાયત દ્વારા ફાળવવામાં આવેલી જગ્યા પર બનાવવામાં આવે. ત્યારે આ મામલે તેમણે તાલુકા વિકાસ અધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીને ગ્રામજનોએ આવેદન પત્ર આપ્યું હતું તો બીજી તરફ ગામમાં આ મામલે બેઠક યોજાશે અને આંદોલન પણ કરીશું.