આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ ખાતે વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ દરમ્યાન ૧૦ જાન્યુઆરીથી ર૦ જાન્યુઆરી-૨૦૧૯ સુધી લોક જાગૃત્તિ માટે પક્ષી બચાવો કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ. પતંગ ઉત્સવમાં પક્ષીઓને ઇજા ન થાય તેનું ધ્યાન રાખી ઉત્તરાયણ પર્વને ઉજવવા માટે કલેકટર કચેરી ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજયગુરૂએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવી હતી.

રેલી પાટણ શહેરના મુખ્ય માર્ગો ઉપર પક્ષી બચાવો અભિયાનના આવો આકાશના રંગો સમા ઉત્તરાયણ પર્વને રંગભેર ઉજવીએ પણ એમા કોઇ પક્ષી ઘાયલ ન થાય તેનું ધ્યાન રાખીએ તેમજ પતંગ ઉડાવો મોજ મનાવો પરંતુ ચાઇનીઝ દોરી/ટુક્કલ કદીના અપનાવીએ જેવા અનેક બેનરો તથા નારા સાથે શાળાના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ રેલીમાંનાયબ વન સંરક્ષક જીતેન્દ્રસિંહ રાજપુત,નગર પાલિકાના ચીફ ઓફિસર રઘજીભાઇ પટેલ, કલેકટર કચેરીના અધિકારીગણ, વન ખાતાના કર્મચારીઓ, સ્કુલના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code