પુલવામા હુમલો: કોંગ્રેસે કહ્યું દેશ ગુસ્સામાં છે, સરકારથી અનેક મતભેદ પરંતુ આતંકવાદના ખાતમા માટે તમારી સાથે

અટલ સમાચાર, ડેસ્ક જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ જવાબી કાર્યવાહી પર મંથન માટે સંસદ પરિસરમાં શનિવાર સવારે સર્વપક્ષીય બેઠક મળી. ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં સરકારે તમામ પાર્ટીઓને પુલવામા હુમલો અને ત્યારબાદ ઉઠાવવામાં આવનારા પગલા વિશે જાણકારી આપી. આ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે આ હુમલાથી આખો દેશ આક્રોશિત છે. આતંકવાદની
 
પુલવામા હુમલો: કોંગ્રેસે કહ્યું દેશ ગુસ્સામાં છે, સરકારથી અનેક મતભેદ પરંતુ આતંકવાદના ખાતમા માટે તમારી સાથે

અટલ સમાચાર, ડેસ્ક

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ જવાબી કાર્યવાહી પર મંથન માટે સંસદ પરિસરમાં શનિવાર સવારે સર્વપક્ષીય બેઠક મળી. ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં સરકારે તમામ પાર્ટીઓને પુલવામા હુમલો અને ત્યારબાદ ઉઠાવવામાં આવનારા પગલા વિશે જાણકારી આપી. આ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે આ હુમલાથી આખો દેશ આક્રોશિત છે. આતંકવાદની વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીત‍િ ચાલુ છે. આપણે સૌ એકજૂથ થઈને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને મૂળથી ઉખાડવા માટે કૃત સંકલ્પ કરીએ.

બેઠકમાં સામેલ કોંગ્રેસના નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું કે, દેશ શોક અને ગુસ્સામાં છે, યુદ્ધને છોડીને પહેલીવાર આટલી મોટી સંખ્યામાં આપણા જવાન શહીદ થયા છે. અમારી પાર્ટીએ નક્કી કર્યું છે કે અમે આપણા સુરક્ષા દળોની સાથે મજબૂતીથી ઊભા રહીશું. સરકારથી અનેક મતભેદ છે, પરંતુ આતંકવાદના ખાતમા માટે તેમની સાથે ઊભા છીએ. તેની સાથે જ તેઓએ કહ્યું કે, આજની બેઠકમાં સંસદના બંને ગૃહોના નેતાને બોલાવવામાં આવ્યા હતા. અમે ગૃહ મંત્રીને નિવેદન કર્યું છે કે પીએમને તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પાર્ટીઓના અધ્યક્ષ સાથે બેઠક બોલાવવી જોઈએ.