પુલવામાં હુમલાનો પ્રથમ બદલો લેવાયો, માસ્ટર માઇન્ડ કામરાન ઠાર કરાયો

અટલ સમાચાર.ડેસ્ક જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલાનો માસ્ટર માઇન્ડ અને જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર કામરાન ઉર્ફે અબ્દુલ રાશીદ ગાજી અને એક સ્થાનિક આતંકી હિલાલ અહમદ ઠાર મરાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. અંદાજે 11 કલાક સુધી ચાલેલી અથડામણમાં કામરાન નામનો બીજો એક આતંકવાદી પણ ઠાર કરાયો છે. ગાઝી રશીદ 9 ડિસેમ્બરના કાશ્મીરમાં ઘૂસ્યો હતો. પુલવામા હુમલા બાદ સુરક્ષા
 
પુલવામાં હુમલાનો પ્રથમ બદલો લેવાયો, માસ્ટર માઇન્ડ કામરાન ઠાર કરાયો

અટલ સમાચાર.ડેસ્ક

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલાનો માસ્ટર માઇન્ડ અને જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર કામરાન ઉર્ફે અબ્દુલ રાશીદ ગાજી અને એક સ્થાનિક આતંકી હિલાલ અહમદ ઠાર મરાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. અંદાજે 11 કલાક સુધી ચાલેલી અથડામણમાં કામરાન નામનો બીજો એક આતંકવાદી પણ ઠાર કરાયો છે. ગાઝી રશીદ 9 ડિસેમ્બરના કાશ્મીરમાં ઘૂસ્યો હતો. પુલવામા હુમલા બાદ સુરક્ષા બળોએ તેને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. એન્કાઉન્ટર દરમ્યાન સુરક્ષાબળોએ એક બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દીધી જેમાં આતંકીઓ છુપાયેલા હતા. પુલવામાના પિંગલિનામાં સમાચાર મળવા પર સુરક્ષાબળો એ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. આ એન્કાઉન્ટરમાં રાષ્ટ્રીય રાઇફલ્સના એક મેજર સહિત 4 જવાન પણ શહીદ થયા છે. પુલવામામાં મોડી રાતથી ચાલી રહેલા આ એન્કાઉન્ટર બાદ ગૃહ મંત્રાલયમાં પણ હાઇ લેવલ બેઠક યોજાઈ હતી.