પુલવામા હુમલો: ટ્રમ્પ બોલ્યા ભારત છોડશે નહી, મોટી કાર્યવાહી કરી શકે

અટલ સમાચાર, ડેસ્ક પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. તેના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું કે પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ ખતરનાક હાલાત ઊભા થયા છે. અમે ઈચ્છીએ છીએ કે આ તણાવ ખતમ થાય. પુલવામા આતંકી હુમલા બાદ
 
પુલવામા હુમલો: ટ્રમ્પ બોલ્યા ભારત છોડશે નહી, મોટી કાર્યવાહી કરી શકે

અટલ સમાચાર, ડેસ્ક

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. તેના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું કે પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ ખતરનાક હાલાત ઊભા થયા છે. અમે ઈચ્છીએ છીએ કે આ તણાવ ખતમ થાય.

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવભર્યા હાલાત જોવા મળી રહ્યાં છે તેના પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું કે પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ ખતરનાક હાલાત ઊભા થયા છે. આ ખુબ જ ખરાબ સ્થિતિ છે. અમે ઈચ્છીએ છીએ કે આ તણાવ ખતમ થાય

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારતે લગભગ 50 જવાનો ગુમાવ્યા છે. હું તે સમજી શકું છું. વિશ્વએ ભારત પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. તેમણે આતંકવાદ પર નિશાન સાધતા કહ્યું કે ભારત આ મુદ્દે કંઈક મોટું અને શક્તિશાળી પગલું ભરવાનું વિચારી રહ્યું છે. ભારત પાકિસ્તાનના આતંકીઓ પર કાર્યવાહી કરવા માંગે છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ રીતે કહ્યું કે અમે પાકિસ્તાનને અપાનારી 1.3 અબજ ડોલરની આર્થિક મદદ બંધ કરી છે. અમે કદાચ પાકિસ્તાન સાથે કેટલીક બેઠકો કરીએ. પાકિસ્તાને અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાન સમર્થિક આતંકી સંગઠને જૈશ એ મોહમ્મદે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 40 સીઆરપીએફના જવાનો શહીદ થયા હતાં. પુલવામા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે અલગ થલગ કરવાની કોશિશ કરી રહ્યું છે. પુલવામા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આપવામાં આવેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પણ છીનવી લીધો છે. તથા પાકિસ્તાનની વસ્તુઓ પર 200 ટકા ટેક્સ પણ લગાવી દીધો છે.