પંજાબઃ ઝેરીલો દારુ પીવાથી 6ના મોત, મૃતકોની સંખ્યા વધીને 110 થઇ

અટલ સમાચાર, ડેસ્ક પંજાબમાં ઝેરીલો દારુ પીવાથી 6 લોકોના મોત થઇ ચૂક્યા છે, આ સાથે રાજ્યમાં આ ત્રાસદીથી મરનારા લોકોની સંખ્યા વધીને 110 પર પહોંચી ગઇ છે. તરન તારનમાં ત્રણ લોકોના મોત થયા છે, ગુરુદારપુરના બટાલામં બે અને અમૃતસરમાં એક વ્યક્તિનુ મોત થયુ છે. બુધવારે સાંજે આ ત્રાસદીમાં અત્યાર સુધી તરનતારન જિલ્લામાં સૌથી વધુ 83
 
પંજાબઃ ઝેરીલો દારુ પીવાથી 6ના મોત, મૃતકોની સંખ્યા વધીને 110 થઇ

અટલ સમાચાર, ડેસ્ક

પંજાબમાં ઝેરીલો દારુ પીવાથી 6 લોકોના મોત થઇ ચૂક્યા છે, આ સાથે રાજ્યમાં આ ત્રાસદીથી મરનારા લોકોની સંખ્યા વધીને 110 પર પહોંચી ગઇ છે. તરન તારનમાં ત્રણ લોકોના મોત થયા છે, ગુરુદારપુરના બટાલામં બે અને અમૃતસરમાં એક વ્યક્તિનુ મોત થયુ છે. બુધવારે સાંજે આ ત્રાસદીમાં અત્યાર સુધી તરનતારન જિલ્લામાં સૌથી વધુ 83 લોકોના મોત થયા છે. વળી, ગુરુદાસપુરમાં બટાલામાં 14 અને અમૃતસરમાં 13 લોકોના જીવ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

તરનારન જિલ્લાના ઉપાયુક્ત કુલવંત સિંહે કહ્યું કે, બે લોકોની હાલત નાજુક છે જ્યારે આઠ વ્યક્તિની હાલત સ્થિર છે. ગુરુદારપુરના ઉપાયુક્ત મોહમ્મદ ઇશફાકે કહ્યું કે, રવિવારે એક વ્યક્તિનુ મોત થયુ છે અને સોમવારે બપોરે પણ એક વ્યક્તિનુ મોત થયુ હતુ. અમૃતસરના ઉપાયુક્ત જીએસ ખૈરાએ કહ્યું કે, રવિવારે રાત્રે એક વ્યક્તિના મોત બાદ જિલ્લામાં આ ત્રાસદીના કારણે જીવ ગુમાવનારાઓની સંખ્યા 13 થઇ ગઇ છે.

પંજાબ પોલીસે ગેરકાયદે દારુના વેચાણ મામલે બે કારોબારીઓ સહિત 12 લોકોની ધરપકડ કરી લીધી છે. અત્યાર સુધી પોલીસ આ મામલે 37 લોકોની ધરપકડ કરી ચૂકી છે. પોલીસ મહાનિદેશક દિનકર ગુપ્તાએ કહ્યું કે, લુધિયાનામાં પેન્ટની દુકાન ચલાવનારા કારોબારી સહિત આઠ અન્ય આરોપીઓની ધરપકડ માટે સર્ચ ઓપરેશન ચલાવ્યુ છે, આ કારોબારી વિશે માનવામાં આવે છે કે આ ગેરકાયદેસર દારુનુ વેચાણનો મુખ્ય કાવતરાખોર છે.