આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.
અટલ સમાચાર, પાટણ
લોકરક્ષકની પરિક્ષા બાદ જાહેર થયેલી મેરીટ યાદી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પાટણ ધારાસભ્યએ રજૂઆત કરી છે કે, સામાન્ય કેટેગરીની યુવતીને 97.25 માર્ક્સ હોવા છતાં નાપાસ થઈ છે. આથી મેરીટ યાદીની તપાસ કરી જો ખોટું જણાય તો જૂની રદ્દ કરી નવી મેરીટ યાદી તૈયાર કરવા પત્ર લખ્યો છે. જેનાથી પરિક્ષાના પરિણામને પગલે વિદ્યાર્થીઓમાં મુંઝવણ ઉભી થઇ છે.
રાજ્ય સરકારે ભારે વિલંબ બાદ લોકરક્ષક ભરતીની મેરીટ યાદી જાહેર કરી છે. જોકે પાટણ જિલ્લાની પટેલ જીજ્ઞા અને પટેલ માયા નામની પરિક્ષાર્થીને ક્રમશઃ 82.50 અને 97.25 માર્ક્સ હોવા છતાં મેરીટ યાદીમાં નથી. આથી જનરલ કેટેગરીની મહિલાઓને મેરીટ યાદી અન્યાય થયાના સવાલો થયા છે. આથી પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે સમગ્ર મામલે રાજ્ય ગૃહ સચિવને પત્ર લખી મેરીટ યાદી બાબતે તપાસ કરવા જણાવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સામાન્ય કેટેગરીમાં આવતી પાટણ બે સહિત અનેક મહિલા ઉમેદવારોને ઉંચુ મેરીટ છતાં સમાવેશ થયો નથી. જેની વિગતો મેળવી પાટણ કોંગી ધારાસભ્યએ ગંભીર સવાલો ઉભા કરતી વિગતો સાથે રજૂઆત કરી તપાસની માંગ કરી છે
25 May 2020, 7:43 AM (GMT)

COVID-19 Global Stats

5,503,806 Total Cases
346,775 Death Cases
2,303,725 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code