File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર શહેરથી પસાર થતાં નેશનલ હાઈવેની કામગીરી સામે ગંભીર આક્ષેપો થયા છે. ગેરકાયદેસર દબાણ અને ગંદકી સામે પાલિકાએ લેખિતમાં હાઇવે ઓથોરીટી હપ્તાખોર કહેતાં ચકચાર મચી ગઇ છે. પાલિકાના પત્ર બાદ હાઇવે ઓથોરિટી પણ આક્રમક મૂડમાં આવી છે.

પાટણ જિલ્લાના રાધનપુર શહેર નજીકથી કચ્છ જતો હાઇવે પસાર થાય છે. જેમાં હાઈવેની બંને બાજુ છેલ્લા કેટલાક સમયથી લારી ગલ્લા સહિતના દબાણો ઉભા થયા છે. જ્યારે હાઇવેની ગટરમાં ગંદકી ખદબદતી હોઇ રોગચાળો ફેલાવાની ભિતી સેવાઇ રહી છે. આ બંને કામગીરીમાં નિષ્ક્રિયતા રાખી હાઇવે ઓથોરિટી હપ્તા ખાતી હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે.

આ તરફ હાઇવે ઓથોરિટી પણ પાલિકાના આક્ષેપ સામે લાલઘૂમ બની કોન્ટ્રાક્ટર દ્વારા રૂટિન સફાઈ થતી હોવાનું જણાવ્યું હતું. બંને ઓથોરિટીની એકસામેની દલીલને પગલે વગર ચુંટણીએ રાધનપુરનું રાજકારણ ગરમાયુ છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, રેવન્યુ જમીનમાં કોની કેટલી સત્તા હોવાના સંદર્ભે પાલિકા અને હાઇવે ઓથોરીટી  આમને-સામને આવી ગયા છે. 

દબાણકારોના હપ્તા લેવાઇ રહ્યા છે ?

રાધનપુર પાલિકાના પત્રમાં નેશનલ હાઇવે ઓથોરીટી સામે ગંભીર સવાલો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં જુના સરકારી ગેસ્ટ હાઉસની બાજુમાં અસામાજીક તત્વોનું દબાણ કેમ દૂર થતુ નથી ? શું આ તત્વો પાસેથી હપ્તા લેવાય છે ? અસામાજીક તત્વોથી શહેરની સુરક્ષા સામે બેદરકારી કેમ ? તે સહિતના સવાલોથી હડકંપ મચી ગયો છે.  

પાલિકાના આક્ષેપો અત્યંત ખરાબ 

નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારી અને કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતુ કે, પાલિકાના આક્ષેપો અત્યંત ખરાબ છે. હકીકતે હાઇવેની ગટર વરસાદી પાણીના નિકાલ માટેની છતાં અનેક ગેરકાયદેસર જોડાણથી ગટર ભરાઇ જાય છે. આ સાથે દબાણો દૂર કરીએ તો આગેવાનો ફોન કરી ઘટતું કરવા જણાવે છે. હકીકતે સફાઇ નિયમિત ધોરણે કરાય છતાં પાલિકા બેબુનિયાદ આક્ષેપ કરે છે. 

પાલિકા અને હાઇવે ઓથોરીટી વચ્ચે શાબ્દિક પડકાર 

હાઇવે ઓથોરીટીએ દબાણ અને ગંદકીને લઇ પાલિકાને સકંજામાં લેતા શાબ્દિક પડકાર ફેંકવામાં આવ્યો છે. પાલિકાના સત્તાધિશોએ ગેરકાયદેસર ગટર જોડાણ અને દબાણો દૂર કરવા તમામ છુટ હોવાનું જણાવી હાઇવે ઓથોરીટીને યુધ્ધના ધોરણે કામ કરવા ચેલેન્જ આપી દીધી છે. 

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code