આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,રાધનપુર

આજે રાધનપુર તથા સાંતલપુર તાલુકાના આશા અને આશા ફેસીલીટેટર બહેનોનું રાધનપુર મુકામે રેડકોર્ષ ભવન ખાતે આશા સંમેલન યોજવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં આશા/આશા ફેસીલીટેટર બહેનોએ હાજરી આપી હતી.આ સંમેલનમાં તાલુકા પંચાયતના પ્રમુખ,રાધનપુર નગરપાલિકાના પ્રમુખ,
જીલ્લા પંચાયતના સદસ્યઓ હાજરી આપી હતી. તથા જીલ્લા કક્ષાના પ્રતિનિધિ તરીકે ડી.એમ.ઓ. સનત જોષી અને ઇ.એમ.ઓ. ડો.આર.ટી.પટેલ એ હાજરી આપી.તથા ડો.કે.કે.પંચાલ,તાલુકા હેલ્થ ઓફિસર,રાધનપુર-સાંતલપુર ધ્વારા બન્ને તાલુકાની આશા બહેનો ધ્વારા તેમના વિસ્તારમાં આરોગ્ય વિષયક સેવાઓની શ્રેષ્ઠ કામગીરી કરનારને પ્રથમ,બીજા અને ત્રીજા ક્રમે આવનાર આશા બહેનોને તથા ફિમેલ હેલ્થ વર્કરધ્વારાટેકોની સારી કામગીરી બદલ પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ. વધુમાં આ કાર્યક્રમમાં બન્ને તાલુકાના મેડીકલો,સુપરવાઇઝરો, તાલુકા પ્રોગ્રામ આસીસ્ટન્ટ, તાલુકા એકાઉન્ટન્ટ, એકાઉન્ટનટ-કમ-ડેટા આસીસ્ટન્ટ તથા મ.પ.હે.વ. હાજર રહીને આખા પ્રોગ્રામને સફળ બનાવેલ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code