આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુરમાં દરવર્ષે જલઝીલણી અગિયારસે ભગવાનની શોભાયાત્રા નીકળી છે. જેમાં આ વખતે ઠાકોર સહિતના સમાજ દ્વારા ઘોડા અને બગી સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજો શોભાયાત્રામાં લાઇમલાઇટમાં રહ્યા હતા. જોકે ભાજપના નેતા અને ધારાસભાના પુર્વ ઉમેદવાર પણ શોભાયાત્રામાં નાચગાન કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. જીલ્લા પંચાયત સદસ્ય લવિંગજીની ધૂનનો વિડીયો સામાજીક અને રાજકીય સ્તરે વાયરલ થયો છે.

પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં ઠાકોર સમાજનો ધાર્મિક પ્રસંગે વેપારીઓએ બંઘ પાડી શોભાયાત્રાને આવકારી હતી. વર્ષોથી ઠાકોરજી ભગવાનની શોભાયાત્રામાં યુવાધન ઉત્સાહભેર જોડાય છે. જોકે આ વર્ષે સામાજીક-ધાર્મિક પ્રસંગે આયોજકોએ પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને આવકાર્યા હતા. ગેનીબેન ઠાકોર અને અમિત ચાવડા સહિતના કોંગી નેતાઓ વચ્ચે ભાજપના આગેવાન લવિંગજી ઠાકોર પણ ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાયા હતા.

પુર્વ કોંગ્રેસી અને કેટલાક મહિના અગાઉ ભાજપમાં જોડાઇ ગયેલા લવિંગજી ઠાકોરે પ્રસંગના નાતે બગીમાં બેસી લ્હાવો લીધો હતો. રાજકારણ બાજુ પર મુકીને ધારાસભા ચુંટણી લડી ચુકેલા લવિંગજીની મોજનો વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. ઉત્સાહ ચરમસીમાએ પહોંચી જતાં લવિંગજી રસ્તા પર ઉતરી અન્ય શ્રધ્ધાળુઓ સાથે નાચગાન કરવા લાગ્યા હતા. શોભાયાત્રામાં કોંગી દિગ્ગજો વચ્ચે પણ ગણતરીની મિનીટો પુરતા મોજમાં આવી ગયા હતા.

swaminarayan

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પંથકના ઠાકોર સમાજના અન્ય તમામ ભાજપી નેતાઓ હાજર ન હતા. આવામાં લવિંગજી ઠાકોર સહિતના કેટલાક શ્રધ્ધાળુ ભાજપી નેતાઓની હાજરી રાજકીય બાબતે ચર્ચાનો વિષય બની છે. રાધનપુરની ચુંટણી પહેલા જ ભાજપ-કોંગ્રેસનું રાજકારણ ઠાકોર સમાજનાં સામાજીક અને ધાર્મિક પ્રસંગોમાં દબદબો ઉભો કરવા થતું હોવાનું મનાય છે.

25 Sep 2020, 1:40 AM (GMT)

COVID-19 Global Stats

32,401,660 Total Cases
987,156 Death Cases
23,919,041 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code