આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

અખાત્રીજ અને પરશુરામ જયંતિના પવિત્ર દિવસે આંજણા ચૌધરી સમાજ આયોજિત વઢિયાર જતોડા ગોળના 19માં સમૂહ લગ્ન યોજાયા હતા. જેમાં નવ દંપતિઓએ પભુતામાં પગલાં માંડયા હતા. આ પસંગે દીકરા-દીકરીઓને આશીર્વાદ આપવા શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. શંકર ચૌધરીએ સમાજના યુવાધનને વ્યસન મુક્ત બની તંદુરસ્ત અને શક્તિશાળી સમાજ નિર્માણ કરવા, શિક્ષણની ભૂખ જગાડવા અને ધ્યેય સુધી મંડ્યા રહેવા હાકલ કરી હતી. સાથે વડીલોને સમાજમાં ચાલતા વ્યસન તેમજ ઉડાઉ ખર્ચ બંધ કરી વહેવારના નામે ચાલતા મોટાઈ ખાટવાના ખર્ચ, વહેવાર એકજુટ થઈ બંધ કરવાની પણ વાત કરી હતી. સમુહલગ્નોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code