રાધનપુર: ના.કા.ઇજનેરનું સરનામું જણાવવા DDO અને કાર્યપાલક ઇજનેર વચ્ચે વિરોધાભાસ

અટલ સમાચાર,પાટણ પાટણ જીલ્લાની રાધનપુર તાલુકા પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેરની હાજરીને લઇ પંથકમાં વારંવાર આક્ષેપો થઇ રહયા છે. જેમાં મેમદાવાદ બેઠકના સદસ્યે જીલ્લા પંચાયત સમક્ષ ના.કા.ઇજનેરના હેડકવાર્ટરનું સરનામું પુછયુ હતુ. જેના જવાબમાં કાર્યપાલક ઇજનેરે તાબા હેઠળના અધિકારીની મનાઇ હોવાથી સરનામું જણાવવા ના પાડી હતી. આ તરફ જીલ્લા વિકાસ અધિકારીને પુછતા જણાવ્યુ હતુ કે, કર્મચારીઓના સરનામા
 
રાધનપુર: ના.કા.ઇજનેરનું સરનામું જણાવવા DDO અને કાર્યપાલક ઇજનેર વચ્ચે વિરોધાભાસ

અટલ સમાચાર,પાટણ

પાટણ જીલ્લાની રાધનપુર તાલુકા પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેરની હાજરીને લઇ પંથકમાં વારંવાર આક્ષેપો થઇ રહયા છે. જેમાં મેમદાવાદ બેઠકના સદસ્યે જીલ્લા પંચાયત સમક્ષ ના.કા.ઇજનેરના હેડકવાર્ટરનું સરનામું પુછયુ હતુ. જેના જવાબમાં કાર્યપાલક ઇજનેરે તાબા હેઠળના અધિકારીની મનાઇ હોવાથી સરનામું જણાવવા ના પાડી હતી. આ તરફ જીલ્લા વિકાસ અધિકારીને પુછતા જણાવ્યુ હતુ કે, કર્મચારીઓના સરનામા જણાવી શકાય છે. જેનાથી જીલ્લા પંચાયતના બે અધિકારીઓ વચ્ચે વિરોધાભાષ સર્જાયો છે.

પાટણ જીલ્લા પંચાયતના કોંગી સદસ્ય જગદિશ મફાજી રાઠોડે રાધનપુર તાલુકા પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેર એસ.જે. પરમારની ગેરહાજરીને લઇ વારંવાર નારાજગી દર્શાવી છે. રૂબરૂ નહી મળતાં જીલ્લા પંચાયત સમક્ષ માહિતિ માંગી નાયબ કાર્યપાલક ઇજનેરના ફરજનું સરનામું પુછયુ હતુ. જેના સંદર્ભે જીલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરે રાધનપુરના નાયબ કાર્યપાલક ઇજનેરને સરનામા અંગે પત્ર લખ્યો હતો. જેથી નાયબ કાર્યપાલક ઇજનેરે પોતાના અધિકારીને સરનામું તો જણાવ્યું પરંતુ અન્ય કોઇને સરનામું નહિ જણાવવા આગ્રહ કર્યો હતો. આથી સદસ્યના જવાબમાં કાર્યપાલક ઇજનેરે સરનામું આપવાની મનાઇ કરી અધિકારી અનુસુચિત જાતીના હોવાથી હેરાન કરવા માટે તેમના પર બિનજરૂરી આક્ષેપ કરી માનસીક ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવતા સદસ્યને પણ નવાઇ લાગી છે.

સમગ્ર બાબતે પાટણ જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ કે, કર્મચારીના ફરજનું સરનામું જણાવી શકાય છે. સરનામું નહિ જણાવવું એવી કોઇ જોગવાઇ નથી. રાધનપુર નાયબ કાર્યપાલક ઇજનેરના સરનામાને લઇ બે અધિકારીઓ વચ્ચે જોગવાઇઓની સમજને લઇ વિરોધાભાષ સામે આવતા હડકંપ મચી ગયો છે. આ અંગે જીલ્લા પંચાયત સદસ્ય જગદિશ રાઠોડે જણાવ્યુ હતુ કે, જીલ્લા પંચાયત હસ્તકની તમામ શાખાઓમાં ચાલતી પ્રવૃતિઓની દેખરેખ રાખવી અને શાખા લગત કામોની વિગત જે તે કચેરીમાંથી લેવાની અમારી ફરજમાં આવે છે.