રાધનપુર: 71માં પ્રજાસત્તાક પર્વની જીલ્લાકક્ષાની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, પાટણ રાધનપુર તાલુકાના વિકાસ માટે રૂ.25 લાખનો ચેક અર્પણ કરતાં મંત્રી ઈશ્વરભાઈ પરમાર દેશના 71માં પ્રજાસત્તાક દિનની પાટણની જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાધનપુર ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. વિશ્વની સૌથી મોટી લોકશાહીના આ ગૌરવપર્વ નિમિત્તે આઝાદી સંગ્રામમાં પોતાના જીવનનું બલિદાન આપનાર અનેક ક્રાંતિવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન
 
રાધનપુર: 71માં પ્રજાસત્તાક પર્વની જીલ્લાકક્ષાની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, પાટણ

રાધનપુર તાલુકાના વિકાસ માટે રૂ.25 લાખનો ચેક અર્પણ કરતાં

મંત્રી ઈશ્વરભાઈ પરમાર

દેશના 71માં પ્રજાસત્તાક દિનની પાટણની જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાધનપુર ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. વિશ્વની સૌથી મોટી લોકશાહીના આ ગૌરવપર્વ નિમિત્તે આઝાદી સંગ્રામમાં પોતાના જીવનનું બલિદાન આપનાર અનેક ક્રાંતિવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કરી જિલ્લાના તમામ નાગરીકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

રાધનપુર: 71માં પ્રજાસત્તાક પર્વની જીલ્લાકક્ષાની ઉજવણી કરાઇ

“રાજ્યની નીતિઓ સમાજના છેવાડે વસતા ગરીબ અને નબળા વર્ગના લોકોના વિકાસમાં સહાયરૂપ બને એ જ સાચું સુશાસન છે.” પૂજ્ય બાપુના આ શબ્દો યાદ કરતાં મંત્રીશ્રીઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી અને સરદારની જન્મભૂમિ ગુજરાત સુશાસનની દિશામાં મક્કમપણે આગળ વધી રહ્યું છે. સમગ્ર રાષ્ટ્ર આજે બાપુની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવી રહ્યું છે ત્યારે સૌને સાથે લઈને સૌના વિકાસ માટે ગુજરાત છેલ્લા બે દાયકા જેટલા સમયગાળાથી ગુજરાતના ખૂણેખૂણાના વિકાસની પ્રક્રિયાને વધુને વધુ બળવત્તર બનાવી રહ્યું છે.

રાધનપુર: 71માં પ્રજાસત્તાક પર્વની જીલ્લાકક્ષાની ઉજવણી કરાઇ

રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લાના વિકાસ કાર્યો માટે આપવામાં આવેલા અનુદાન અંગે વાત કરતાં મંત્રીએ જણાવ્યું કે, જિલ્લાના તમામ વિસ્તારના સંતુલિત અને સંકલીત વિકાસ માટે વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળ રૂ.36.80 ઘણ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા. એ.ટી.વી.ટી યોજના અંતર્ગત રાધનપુર તાલુકાના વિકાસ માટે રૂ.1.68 કરોડ મંજૂર કરવામાં આવ્યા.

આ પ્રસંગે મંત્રી તેમજ મહાનુભાવો દ્વારા ખેલ મહાકુંભ તથા યુવા મહોત્સવમાં વિવિધ કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓની પ્રશંસનીય કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો, ટેબ્લો તથા પરેડમાં શ્રેષ્ઠ દેખાવ બદલ પ્રમાણપત્ર તથા શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત મંત્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારી તથા નગરપાલિકાના ચીફ ઑફિસરને રાધનપુર તાલુકાના વિકાસના કામો માટે રૂ.25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

રાધનપુર: 71માં પ્રજાસત્તાક પર્વની જીલ્લાકક્ષાની ઉજવણી કરાઇ

ગણતંત્ર દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ તેમજ જિલ્લા સંગઠનના મોહનભાઈ પટેલ, લવીંગજી ઠાકોર તથા નાગરજી ઠાકોર સહિતના મહાનુભાવો, અધિકારીગણ, કર્મચારીગણ, શાળાના આચાર્યો-શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજ વંદન અને રાષ્ટ્રગાન દ્વારા ઉપસ્થિત સૌએ લોકશાહીના આ મહાપર્વને ઉજાગર કર્યો હતો.