આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર નગરપાલિકના ઈજનેરની એસીબીમા ધરપકડ બાદ ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. એસીબીએ પાલિકાના ચીફ ઓફિસરની બંધબારણે પૂછપરછ કરતાં પરસેવો છૂટી ગયો હતો. આ સાથે લાંચ કેસ સંબંધિત કાગળો એસીબી ટીમ લઇ ગઇ હતી.

પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકના ચીફ ઓફિસરની ગત દિવસોએ સર્કિટ હાઉસમાં પૂછપરછ કરવામાં આવી હતી. ભુજ એસીબીએ લાંચિયા ઈજનેરની ધરપકડ કર્યા બાદ કેસ સંદર્ભે ચીફ ઓફિસરને સળંગ ત્રણ કલાક સવાલો કર્યા હતા. જેનાથી ચીફ ઓફિસર રૂડાભાઇ રબારીને પરસેવો છૂટી ગયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, લાંચિયા ઈજનેર પાસેથી મળી આવેલા ફોન કોલ રેકોર્ડિંગ ક્લીપથી એસીબી અનેક બાબતો જાણી રહી છે. જેનાથી અન્ય કર્મચારીઓ પણ ભારે ગભરાટમાં આવી ગયા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

2 COMMENTS

  1. It is absolutely true that there is no better performance anywhere in Radhanpur, then there is a municipality office or the responsibility of the police force and there is a lot of irresponsible behavior and even the roads and sewerage of Harishnapur are also equally consumed in Naranpur. Selling is also done privately in the same way as you are searching and navigating, everything can come out. Le polisanaa need the right leader and the right leader is all you need to prevent and correct police

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code