રાધનપુર: પ્રોપર્ટીકાર્ડમાં ગોલમાલના આરોપીઓ સામે પોલીસની લાચારી ?

અટલ સમાચાર,રાધનપુર રાધનપુર શહેર વિસ્તારના પ્રોપર્ટી કાર્ડની વિગતોમાં ગોલમાલ કર્યાની ફરિયાદ એક વર્ષ અગાઉ દાખલ થઈ હતી. સરકારી અધિકારીની ફરિયાદ સામે સ્થાનિક બે ઇસમ સહિત બે કર્મચારીઓ પણ આરોપી છે. સરકારી રેકર્ડમાં ગોલમાલની તપાસ એક વર્ષથી ચાલુ હોવા સામે પરિણામ જોતાં પોલીસની લાચારીના સવાલો ઉભા થઇ રહ્યા છે. રાધનપુરની સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ કચેરીના બેથી ત્રણ
 
રાધનપુર: પ્રોપર્ટીકાર્ડમાં ગોલમાલના આરોપીઓ સામે પોલીસની લાચારી ?

અટલ સમાચાર,રાધનપુર

રાધનપુર શહેર વિસ્તારના પ્રોપર્ટી કાર્ડની વિગતોમાં ગોલમાલ કર્યાની ફરિયાદ એક વર્ષ અગાઉ દાખલ થઈ હતી. સરકારી અધિકારીની ફરિયાદ સામે સ્થાનિક બે ઇસમ સહિત બે કર્મચારીઓ પણ આરોપી છે. સરકારી રેકર્ડમાં ગોલમાલની તપાસ એક વર્ષથી ચાલુ હોવા સામે પરિણામ જોતાં પોલીસની લાચારીના સવાલો ઉભા થઇ રહ્યા છે.

રાધનપુરની સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ કચેરીના બેથી ત્રણ પ્રોપર્ટીકાર્ડમાં ગોલમાલ કરી કથિત કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં કચેરીના સર્વેયર સહિત બે કર્મચારી સાથે આસિફ સહિતના ચાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઇ હતી. સરકાર તરફથી દાખલ કરાયેલ ફરિયાદ બાદ એક વર્ષમાં પોલીસ આશાસ્પદ તપાસ કરી શકી નથી.

આ અંગે સ્થાનિક નગરસેવક અંકુર જોશીએ સમગ્ર મામલે આરોપીઓ બેફામ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાના આક્ષેપ કર્યા હતા. રાધનપુર શહેરમાં અવારનવાર જાહેરમાં દેખાતા આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી કડક નહિ બનતા સવાલો ઉઠાવ્યા હતા.

આરોપીઓના નામ:

1.આસિફ અહેમદ ઘાંચી
2.રહેમાન જુમ્મા ઘાંચી
3.કે.ટી.શ્રીમાળી
4.એમ.આઇ.સોલંકી
5.એ.એમ.ત્રિવેદી તમામ રહે. રાધનપુર