રાધનપુર: હેડ ક્વાર્ટરમાં રહેવું જરૂરી છે ? કોરોનામાં મહિલા અધિકારીની ટિપ્પણી

અટલ સમાચાર, પાટણ કોરોના વાયરસના કહેર સામે પાટણ જિલ્લા વહીવટીતંત્રની ભૂમિકા અત્યંત મહત્વની બની છે. જેમાં રાધનપુર પાલિકાના મહિલા ચીફ ઓફિસરની સભાનતા અને જિમ્મેદારી બાબતે સૌથી મોટી વાત સામે આવી છે. સવાલોની ચર્ચા દરમ્યાન હેડ ક્વાર્ટરમાં રહેવું જરૂરી છે ? તેવો વળતો સવાલ ચીફ ઓફિસરે કર્યો હતો. જેનાથી ચીફ ઓફિસર ઓફિસ સમય બાદ રાધનપુર રહેતા
 
રાધનપુર: હેડ ક્વાર્ટરમાં રહેવું જરૂરી છે ? કોરોનામાં મહિલા અધિકારીની ટિપ્પણી

અટલ સમાચાર, પાટણ

કોરોના વાયરસના કહેર સામે પાટણ જિલ્લા વહીવટીતંત્રની ભૂમિકા અત્યંત મહત્વની બની છે. જેમાં રાધનપુર પાલિકાના મહિલા ચીફ ઓફિસરની સભાનતા અને જિમ્મેદારી બાબતે સૌથી મોટી વાત સામે આવી છે. સવાલોની ચર્ચા દરમ્યાન હેડ ક્વાર્ટરમાં રહેવું જરૂરી છે ? તેવો વળતો સવાલ ચીફ ઓફિસરે કર્યો હતો. જેનાથી ચીફ ઓફિસર ઓફિસ સમય બાદ રાધનપુર રહેતા હશે કે કેમ ? તે બાબત સૌથી વધુ ગંભીર બની છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસ વચ્ચે પાટણ જિલ્લાની રાધનપુર પાલિકા અને તેની ભૂમિકા અંગે આજે ગંભીર બાબત સામે આવી છે. આજે ઓફિસ સમય બાદ અટલ સમાચાર ડોટ કોમ અને મહિલા ચીફ ઓફિસર વચ્ચે સવાલ જવાબ થયા હતા. ટેલિફોનિક વાતચીત દરમ્યાન કોરોના વાયરસને લઈ હેડ ક્વાર્ટરમાં ઉપસ્થિતિનો સવાલ આવ્યો હતો. જેમાં ચીફ ઓફિસર પ્રજ્ઞાબેને ” શું હેડ ક્વાર્ટરમાં રહેવું જરૂરી છે ?” કહીને વળતો સવાલ કર્યો હતો. આવી સ્થિતિમાં ચીફ ઓફિસર ઓફિસ સમય પછી રાધનપુરમાં રહેતા હશે કે નહિ તે વિચારવા લાયક બન્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના એકમાત્ર પાટણ જિલ્લામાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ સૌથી વધુ પાંચ થયા છે. આથી જિલ્લા વહીવટીતંત્ર મોટી દોડધામ થઇ રહી છે. જેમાં ઓફિસરોને હેડ ક્વાર્ટરમાં રહેવા આદેશ પણ છે. જેમાં રાધનપુર ચીફ ઓફિસરની આજની ટિપ્પણી જિમ્મેદારીને લઈ અનેક સવાલો ઉભા કરી રહી છે.