આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા મથક ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કાર્યક્રમ અને અછત અસરગ્રસ્ત ખેડૂતોને કૃષિ ઇનપુટ સહાય ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમા સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગનું કલ્યાણ મંત્રી વાસણભાઇ આહીર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગને અનુરૂપ દિલીપ ઠાકોરે જણાવ્યું હતુ કે પાટણ જિલ્લાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. રાજય સરકારે ખેડૂતોની આવકમાં મદદરૂપ બનવા પશુપાલન વ્યવસાયને પ્રાધાન્ય આપ્યું છે. રાજયની સુવિધાયુક્ત પશુ હોસ્પિટલો બનાવી અધતન એકસ-રે મશીન દ્વારા સારવાર આપવામાં આવે છે. પશુપાલકો માટે પશુપાલનની અલાયદી ઓલાદોનું બીજદાન કરાવી વધુ દુધ આપતી ઓલાદ તૈયાર કરવામાં મદદરૂપ બને છે. ગુજરાતમાં ખરવા-મોવાસા રોગથી જાનવર દુધ આપતું બંધ થઇ જતું જેનાથી પશુપાલકોને નુકશાન વેઠવું પડતું. આ રોગની કાયમીમૂક્તિ માટે કુલ ૪.૨૮ લાખ ગાય અને ભેંસ વર્ગના પશુઓને ખરવા-મોવાસા અને ગળસુંઢાની રસી આપી રક્ષીત કરવામાં આવ્યા છે.


વધુમાં જણાવ્યું હતું કે રાજય સરકારે ૧૧ જિલ્લાઓને અસરગ્રસ્ત જાહેર કરેલ છે. ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતોને મદદરૂપ થવા માટે ખાસ સહાય જાહેર કરી મદદ કરવાં કટીબધ્ધતાં દાખવી છે. પાટણ જિલ્લામાં રૂા.૧૮૩ કરોડની સહાય મંજુર કરવામાં આવી છે. રાજયમાં સૌપ્રથમ પાટણ જિલ્લાના રાધનપુર- સાંતલપુર- સમીના ૧૯ ગામોના કુલ-૨૬૦ અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોને રૂા.૩૧.૮૩ લાખની સહાયના ચેકો આપવામાં આવ્યા હતા. ર૯ ગૌ-શાળાઓને પણ પશુદીઠ રૂા.૨૫/- લેખે સબસીડીનું ચુકવણું કરવામાં આવેલ છે. કૃષિ ઇનપુટ સહાય ખેડૂતોના બેંક ખાતામાં સીધેસીધી જમા આપવામાં આવશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code