રાધનપુર: હિંમત વિદ્યાનગર સંકુલના બાંધકામ અને ફાયર સેફ્ટી સામે સવાલો

અટલ સમાચાર, મહેસાણા રાધનપુર શહેરમાં આવેલ હિંમત વિદ્યાનગર શિક્ષણ સંકુલના બાંધકામ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ખુલ્લી જગ્યા રાખવાને બદલે બાંધકામ કરતા આકસ્મિક સુરક્ષા જોખમમાં મૂકાઈ છે. આ સાથે FSI વગરના બાંધકામને સંકુલની કાયદેસરતા સામે આશંકા વધી છે. શનિવારે ફાયર સેફ્ટીને લઈ તપાસ કરતા દોડધામ મચી ગઇ હતી. રાધનપુર પંથકના મોટાભાગના વિદ્યાર્થીઓ આવરી લેતા
 
રાધનપુર: હિંમત વિદ્યાનગર સંકુલના બાંધકામ અને ફાયર સેફ્ટી સામે સવાલો

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર શહેરમાં આવેલ હિંમત વિદ્યાનગર શિક્ષણ સંકુલના બાંધકામ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ખુલ્લી જગ્યા રાખવાને બદલે બાંધકામ કરતા આકસ્મિક સુરક્ષા જોખમમાં મૂકાઈ છે. આ સાથે FSI વગરના બાંધકામને સંકુલની કાયદેસરતા સામે આશંકા વધી છે. શનિવારે ફાયર સેફ્ટીને લઈ તપાસ કરતા દોડધામ મચી ગઇ હતી.

રાધનપુર પંથકના મોટાભાગના વિદ્યાર્થીઓ આવરી લેતા હિંમત વિદ્યાનગર સંકુલમાં આવેલ બહુમાળી મકાનો જોગવાઇ મુજબ હોવાને લઇ ચર્ચા તેજ બની છે. સુરત આગની ઘટનાને પગલે શુક્રવાર સાંજથી સંચાલકો મથામણમાં લાગ્યા છે. સમગ્ર સંકુલની તપાસમાં અનેક જૂની અને નવીન બિલ્ડીંગ ફાયર સેફ્ટી વગરની હોવાનું સામે આવ્યું છે.

આ દરમિયાન બહુમાળી મકાનની એફ એસ આઇ ને લઇ કાયદેસરતા સામે આશંકા વધી ગઈ છે. આ અંગે રાધનપુર નગરપાલિકના સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ માનવતાના ધોરણે એફ એસ આઇ આપવામાં આવી હતી. આથી તે પછીના તમામ બાંધકામને લઇ કાયદેસર વિરુદ્ધ ગેરકાયદેસર બાબતે દલીલો વધી ગઈ છે.