આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

રાધનપુર-સાંતલપુર તાલુકાના 23 ગામોને આવરી લેતી ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી બનાવવાની 2007-2009માં સરકાર દ્વારા તૈયારીઓ પૂર્ણ કર્યા બાદ એકા-એક આખો પ્રોજેક્ટ રદ કરી દેવાતાં લોકોએ અભિયાન ઉપાડ્યું હતું, અને વડાપ્રધાનને આવેદનપત્ર આપવાની તૈયારીઓ કરતા પોલીસે કાર્યકરોને નજરકેદ કરી લેતા તેઓ આમરણાંત ઉપવાસ ઉપર બેસી ગયા હતા. રવિવારે મોડી સાંજે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવાની ખાતરી આપીને પારણા કરાવવામાં આવ્યા હતા.

વાયબ્રન્ટ સમિટ પ્રસંગે એક હજારથી વધુ ખેડૂતો અને બેરોજગારોને લઇ જઈને વડાપ્રધાનને રજુઆત કરવાની જોરશોરથી થયેલી જાહેરાતને ધ્યાનમાં લઈને તંત્રની ઊંઘ હરામ થઇ ગઇ હતી અને સામાજિક કાર્યકર સુધીરભાઈ ઠક્કર તેમજ તેમના કાર્યકરોને નજરકેદ કરી લેવામાં આવ્યા હતા. જેને પગલે સુધીરભાઈ જ્યાં સુધી જીઆઈડીસી બાબતે નિર્ણય ના લેવાય ત્યાં સુધી અન્ન-જળનો ત્યાગ કરીને પ્રાંત કચેરી આગળ ઉપવાસ ઉપર બેસી ગયા હતા.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code