અછતગ્રસ્ત રાધનપુર તાલુકામાં ધાસચારા સાથે એપીએલકાર્ડ ધારકોને અનાજ પુરવઠો આપવા રજુઆત

અટલ સમાચાર, પાટણ નબળા ચોમાસાને પગલે રાધનપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયો છે. આથી છેલ્લા કેટલાક દિવસોથી સરકારી ઘાસચારા માટે દોડધામ કરતા સ્થાનિકોને હવે અનાજ પુરવઠા માટે ભારે હાલાકી ઉભી થઈ રહી છે. સરકારની જોગવાઈ મુજબ એપીએલકાર્ડ ધારકોને ઘઉ, ચોખા, ખાંડ સહિતનો જથ્થો આપવામાં આવતો નથી. આથી અછતની સ્થિતિમાં ગરીબ એપીએલ રેશકાર્ડ ધારકોને પણ બીપીએલ પરિવારોની
 
અછતગ્રસ્ત રાધનપુર તાલુકામાં ધાસચારા સાથે એપીએલકાર્ડ ધારકોને અનાજ પુરવઠો આપવા રજુઆત

અટલ સમાચાર, પાટણ 

નબળા ચોમાસાને પગલે રાધનપુર તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયો છે. આથી છેલ્લા કેટલાક દિવસોથી સરકારી ઘાસચારા માટે દોડધામ કરતા સ્થાનિકોને હવે અનાજ પુરવઠા માટે ભારે હાલાકી ઉભી થઈ રહી છે. સરકારની જોગવાઈ મુજબ એપીએલકાર્ડ ધારકોને ઘઉ, ચોખા, ખાંડ સહિતનો જથ્થો આપવામાં આવતો નથી. આથી અછતની સ્થિતિમાં ગરીબ એપીએલ રેશકાર્ડ ધારકોને પણ બીપીએલ પરિવારોની જેમ અનાજનો જથ્થો પુરો પાડવાની રજુઆત રાધનપુર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેને કરી છે. માનવ જીવનમાં ગરીબ લોકો માટે અનાજ પુરવઠો હોય તો માનવતાના ધોરણે એપીએલકાર્ડ ધારકોને અછતની સમસ્યામાં જીવનનિર્વાહ થઇ શકે તે માટે તાત્કાલીક ધોરણે અનાજનો જથ્થો મંજૂર કરવા કારોબારી ચેરમેન સુરેશ ઠાકોરે પાટણ જીલ્લા તંત્રને રજુઆત કરી છે.