આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર પાલિકાના ટાઉન પ્લાનરની એસીબીમા ધરપકડ બાદ જામીન મળ્યા નથી. આવી સ્થિતિમાં નગરપાલિકાનું વાતાવરણ તદ્દન બદલાઈ ગયું છે. નાના કર્મચારીથી ચીફ ઓફિસર અને કેટલાક સભ્યો પાલિકા જવાનું ટાળી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી પાસેના રેકોર્ડિંગની તપાસની બીકમાં ગભરાહટ વધી ગઈ છે.

ટાઉન પ્લાનર રણછોડ ગજ્જરના જામીન નામંજૂર થતાં જેલ હવાલે કર્યા છે. આ તરફ એસીબી દ્વારા આરોપીનો મોબાઇલ જપ્ત કર્યા બાદ હજુ સુધી એફ.એસ.એલ માં મોકલવામાં આવ્યો નથી. મોબાઇલમાં અનેક રેકોર્ડિંગ ક્લીપ હોવાનું સામે આવ્યુ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રેકોર્ડિંગમાં ચીફ ઓફિસર, નગરસેવકો, એકાઉન્ટન્ટ, કોન્ટ્રાક્ટર સહિત અનેકની કથિત વાતચીત હોવાનું રાધનપુર નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આનાથી સંબંધિત કર્મચારી અને નગરસેવકો પાલિકા જવાનું ટાળી રહ્યા છે. આરોપી સાથે પોતાનું સંડોવણી બહાર આવવાનો ભય ઉભો થયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code