આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

પાટણ જિલ્લાના રાધનપુર ગંજબજારના ચેરમેન અમથાભાઈ ચૌધરીના જામીન નામંજુર થયા બાદ મામલો ગરમાયો છે. પોલીસ માટે ધરપકડ કરવા સહિતના વિકલ્પોની વચ્ચે નિર્ણય પ્રક્રિયા ચાલી રહી છે. આ તરફ ચેરમેન હવે હાઇકોર્ટમાં આગોતરા જામીન લેવા મથામણમાં લાગી શકે છે. જોકે પોલીસના વલણથી ફરિયાદીની દોડધામ વધી છે.

રાધનપુર ગંજબજારના ચેરમેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ બાદ પોકસોની કલમ ઉમેરાઇ હતી. આ પછી આરોપીના પાટણ કોર્ટમાં જામીન નામંજૂર થતા મામલો ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે. પાટણ પોલીસ ધરપકડ કેમ નથી કરતી તેવા સવાલો વચ્ચે ફરિયાદી મૂંઝવણમાં મુકાયા છે. આ તરફ અમથાભાઈ ચૌધરી બચાવપક્ષ તરીકે હાઇકોર્ટના દ્વાર ખખડાવી શકે તેવી બાબતો વચ્ચે પોલીસની ભૂમિકા બની રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કેસની ગંભીરતા અને અત્યાર સુધીના ઘટનાક્રમની વચ્ચે ચેરમેન પોતાની રોજિંદી ફરજો અદા કરવા ગંજબજારમાં આવી રહ્યા છે. આ સાથે બજારમાં પણ કામ અર્થે જોવા મળી રહ્યાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં પોલીસનું આગળનું સ્ટેપ કેવું અને શું હશે તેને લઇ પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code