સસ્પેન્ડ@રાધનપુર: પાલિકાનો લાંચિયો ઈજનેર આખરે ફરજ મોકૂફ
અટલ સમાચાર, મહેસાણા રાધનપુર નગરપાલિકના લાંચિયા ઈજનેરની એસીબીમા ધરપકડ બાદ કોર્ટ કાર્યવાહી ચાલુ છે. આ તરફ રિપોર્ટ અને જોગવાઈઓને ધ્યાને લઇ ચીફ ઓફિસર દ્વારા ટાઉન પ્લાનર રણછોડ ગજ્જરને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે. જેથી વહીવટી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.રાધનપુર નગરપાલિકના ટાઉન પ્લાનરના જેલવાસ વચ્ચે એસીબીનો રિપોર્ટ અને રાજ્ય કર્મચારી સંબંધિત નિયમો ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
Apr 26, 2019, 22:35 IST

અટલ સમાચાર, મહેસાણા
રાધનપુર નગરપાલિકના લાંચિયા ઈજનેરની એસીબીમા ધરપકડ બાદ કોર્ટ કાર્યવાહી ચાલુ છે. આ તરફ રિપોર્ટ અને જોગવાઈઓને ધ્યાને લઇ ચીફ ઓફિસર દ્વારા ટાઉન પ્લાનર રણછોડ ગજ્જરને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે. જેથી વહીવટી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.રાધનપુર નગરપાલિકના ટાઉન પ્લાનરના જેલવાસ વચ્ચે એસીબીનો રિપોર્ટ અને રાજ્ય કર્મચારી સંબંધિત નિયમો ધ્યાનમાં લેવામાં આવ્યા છે. 48 કલાકથી વધુ સમય કસ્ટડીમાં રાખવામાં આવે તેવા સંજોગોમાં ફરજ મોકૂફ કરી શકાય તેવી જોગવાઈ ટાંકવામાં આવી છે.
પાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીએ સમગ્ર મામલે ઈજનેર રણછોડ ગજ્જરની ફરજ મોકૂફીનો ઓર્ડર કર્યો છે. જેનાથી પાલિકા સહિત પંથકના વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.