રાધનપુર: ભાજપના ગૃપમાં પોલીસનો વિડીયો મોકલ્યો, આક્રોશ કે રજૂઆત

અટલ સમાચાર, મહેસાણા રાધનપુર પંથકમાં શનિવારે બપોર પછી અચાનક પોલીસનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં પીઆઈ પોલીસ સ્ટેશનમાં જ મસાલાની પિચકારી મારી રહ્યા છે. પિચકારી માટે સ્પેશિયલ પાણીની બોટલ વસાવી રૂઆબી સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે. આ વિડીયો ભાજપના વોટ્સએપ ગ્રુપમાં પણ આવતા રજૂઆત કે આક્રોશ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ
 
રાધનપુર: ભાજપના ગૃપમાં પોલીસનો વિડીયો મોકલ્યો, આક્રોશ કે રજૂઆત

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુર પંથકમાં શનિવારે બપોર પછી અચાનક પોલીસનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં પીઆઈ પોલીસ સ્ટેશનમાં જ મસાલાની પિચકારી મારી રહ્યા છે. પિચકારી માટે સ્પેશિયલ પાણીની બોટલ વસાવી રૂઆબી સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે. આ વિડીયો ભાજપના વોટ્સએપ ગ્રુપમાં પણ આવતા રજૂઆત કે આક્રોશ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

રાધનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પરમારની ફરજ દરમિયાનની વર્તણૂકનો એક વીડિયો વાયરલ થયો છે. કોઈ ઈસમે પીઆઈની મસાલો ખાધા સુધીની અદાનો વીડિયો ઉતારી લીધો છે. જેમાં પીઆઇ ચર્ચા દરમિયાન મસાલો ખાઈ પાણીની બોટલમાં પિચકારી મારી રહ્યાનું સામે આવ્યું છે.

નવ સેકન્ડના બે વિડિયો સાથે એક લખાણ પણ વાયરલ થયું છે. જેમાં પીઆઈની પિચકારીવાળી હરકતો સાથે અગાઉના વિવાદો મુદ્દે આક્ષેપ સાથે SPને ધ્યાને લેવા સુચન કર્યું છે. જેને રાધનપુરથી પાટણ જિલ્લામાં ચર્ચાનું વાતાવરણ જ બન્યું છે.