ખિસ્સામાં મોબાઈલથી રેડીયેશન શરીરને નુકશાન કરે છે: પ્રજનનને જોખમ

અટલ સમાચાર,ડેસ્ક સેન્ટ્રલ યૂરોપિયન જર્નલ ઓફ યુરોલોજીમાં 2014માં કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યુ હતુ કે, જે પુરુષોએ પોતાના ફોનને લાંબા સમય સુધી સામેના પોકેટમાં રાખ્યો હતો, તેમના સ્પર્મની સંખ્યા ઓછી હતી અને DNA ફેગમેન્ટેશનની સાથે સ્પર્મ સેલ્સની સંખ્યા વધુ હતી. શોધના પરિણામો અનુસાર, એવા પુરુષો જે પિતા બનવા માટે પોતાને તૈયાર કરી રહ્યા છે, ખાસ
 
ખિસ્સામાં મોબાઈલથી રેડીયેશન શરીરને નુકશાન કરે છે: પ્રજનનને જોખમ

અટલ સમાચાર,ડેસ્ક

સેન્ટ્રલ યૂરોપિયન જર્નલ ઓફ યુરોલોજીમાં 2014માં કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યુ હતુ કે, જે પુરુષોએ પોતાના ફોનને લાંબા સમય સુધી સામેના પોકેટમાં રાખ્યો હતો, તેમના સ્પર્મની સંખ્યા ઓછી હતી અને DNA ફેગમેન્ટેશનની સાથે સ્પર્મ સેલ્સની સંખ્યા વધુ હતી. શોધના પરિણામો અનુસાર, એવા પુરુષો જે પિતા બનવા માટે પોતાને તૈયાર કરી રહ્યા છે, ખાસ કરીને જ્યારે તેમને ફર્ટિલિટીની સમસ્યા છે, તો તેમણે ટ્રાઉઝરના ખિસ્સામાં લાંબા સમય સુધી મોબાઈલ ફોન ન રાખવો જોઈએ.

તમારા ખિસ્સામાં રહેલ કોઈપણ સાઈઝનો ફોન ભલે થોડી માત્રામાં પણ રેડિએશન તો બહાર કાઢે જ છે અને તે ઈનફર્ટિલિટીનું કારણ બની શકે છે. સ્માર્ટફોનમાંથી નીકળતા રેડિયેશનને કારણે સ્પર્મને પણ નુકસાન પહોંચે છે. હાલ, આ એ વાત અંગે કોઈ સહમતિ નથી કે, સ્માર્ટફોન કેન્સરનું કારણ બને છે કે નહીં. આ અંગે નું કહેવુ છે કે, કોઈ નિર્ણાયક પ્રમાણ પણ નથી અને અમેરિકા તેમજ યુરોપીય રેગુલેટર્સનું પણ આ જ મંતવ્ય છે. જોકે, રિસર્ચર્સનું માનવુ છે કે, ફોનમાંથી નીકળતા રેડિએશન સ્પર્મ માટે નુકસાનકારક છે અને તે ઈનફર્ટિલિટીનું કારણ બની શકે છે. સ્પર્મ કાઉન્ટ પર સેલ ફોન રેડિએશનના પ્રભાવોને નિર્ધારિત કરવા માટે ઘણા રિસર્ચ કરવામાં આવ્યા છે.