ગૌરવ@રાજકોટ: પીએમ ઉષા યોજના અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે 100 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી

 
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

ભારતની શ્રેષ્ઠ ૨૬ યુનિવર્સિટીઓમાની એક સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી માટે ગ્રાન્ટ મંજૂરીની આ બાબત ગૌરવપૂર્ણ ક્ષણ છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

​​​​​​ભારતની ૨૬ યુનિવર્સિટી પૈકીની એક સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી માટે વિશેષ ગ્રાન્ટની મંજૂરીની વિગતો સામે આવી છે. આ ગ્રાન્ટ મળતા હવે સંસ્થાના કેમ્પસમાં વાઇફાઇ સુવિધા, સ્માર્ટ કલાસીસ, વર્ચ્યુઅલ લેબ જેવી સુવિધા ઉભી કરવામાં અનુકૂળતા રહેશે. આ ગ્રાન્ટથી શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિને વેગ મળશે અને રાષ્ટ્ર્રીય કક્ષાએ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી અગ્રેસર બનશે.

 

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કુલપતિ આત્મશ્લાઘામાં રાચે છે તેવો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોકટર નિદત બારોટે જણાવ્યું હતું કે આ રૂટિન પ્રક્રિયાના ભાગરૂપે બન્યું છે. આમાં નીતિ આયોગમાં કે કયાંય પ્રેઝન્ટેશન કરવાનું આવ્નયું નથી. ભારત સરકાર પહેલા પણ આ યોજના અંતર્ગત ગ્રાન્ટ આપતી હતી અને હવે તેનું નામ પીએમ ઉષા કર્યું છે. અગાઉ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીને ગ્રાન્ટ મળતી હતી. હવે નોલેજ કોન્ફર્ટીયમ ઓફ ગુજરાત (કેસીજી) અને રાજ્ય સરકાર મારફત આ યોજનામાં ગ્રાન્ટ મળે છે.