રાહુલ ગાંધી બોલ્યા- વાડ્રા,ચિદંમ્બરમ સામે તપાસ ભલે કરો પણ રાફેલ મામલે જવાબ આપો મોદીજી

નવી દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી રાફેલ મામલે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરી શુક્રવારે રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે, રાફેલ સોદા મામલે ફ્રેન્ચ સત્તાધીશો સાથે વડાપ્રધાન કાર્યાલય દ્વારા સીધી સમાંતર વાટાઘાટને સંરક્ષણ મંત્રાલય છાવરી રહ્યું છે. રાહુલે સરકાર પર તીખા પ્રહાર કરતા જણાવ્યું કે, ‘સરકાર કાયદાનો દુરૂપયોગ કરે છે. તમે
 
રાહુલ ગાંધી બોલ્યા- વાડ્રા,ચિદંમ્બરમ સામે તપાસ ભલે કરો પણ રાફેલ મામલે જવાબ આપો મોદીજી

નવી દિલ્હી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી રાફેલ મામલે મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. પ્રેસ કોન્ફરન્સ કરી શુક્રવારે રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે, રાફેલ સોદા મામલે ફ્રેન્ચ સત્તાધીશો સાથે વડાપ્રધાન કાર્યાલય દ્વારા સીધી સમાંતર વાટાઘાટને સંરક્ષણ મંત્રાલય છાવરી રહ્યું છે. રાહુલે સરકાર પર તીખા પ્રહાર કરતા જણાવ્યું કે, ‘સરકાર કાયદાનો દુરૂપયોગ કરે છે. તમે વાડરા, ચિદમ્બરમ બધા સામે કાયદાનો ઉપયોગ કરો પરંતુ સરકારે રાફેલ મામલે જવાબ આપવો પડશે.
રાહુલે કહ્યુ કે, અમે એક વર્ષથી સતત રટણ કરી રહ્યા છે કે પીએમ રાફેલ કૌભાંડમાં પ્રત્યક્ષ રીતે સંડોવાયેલા છે.આ એક દીવા જેવું સ્પષ્ટ છે કે વડાપ્રધાને ફ્રાન્સ સાથે સમાંતર વાટાઘાટ કરી છે.
તાજેતરમાં હિન્દુ અખબારમાં પ્રકટ થયેલા એક અહેવાલને ટાંકીને રાહુલે આક્ષેપ કર્યો કે, ફ્રાન્સે પીએમઓ તરફથી સીધી વાટાઘાટનો લાભ લીધો અને ભારતીય પક્ષને નબળો બનાવ્યો.આ કોર્પોરેટ યુદ્ધ છે અને વડાપ્રધાને તેમના મિત્ર અનિલ અંબાણીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સરકારે સુપ્રીમ કોર્ટને પણ જુઠું જણાવ્યું. જેથી ચુકાદા પર પણ પ્રશ્ન ઊભો થાય છે, તેમ રાહુલે તીખા પ્રહાર કરતા જણાવ્યું હતું.

ચોકીદાર જ ચોર મુદ્દે પણ રાહુલે આકરા વાર કરતા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, પીએમ ગઈકાલે ખૂબ સરસ બોલ્યા પરંતુ તેઓ રાફેલ મુદ્દે કેમ કંઈ બોલતા નથી. હકિકતમાં તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ કે કોણ ચોર છે. આ ઉપરાંત રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર સીધો આક્ષેપ કરતા જણાવ્યું કે તેમણે ૩૦,૦૦૦ કરોડ ચોર્યા છ અને તેમના મિત્ર અનિલ અંબાણીને આપ્યા છે.