આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, અમદાવાદ

અમદાવાદ ખાતેની જનસભાને સંબોધિત રાહુલ ગાંધીએ સૌથી મોટી બે વાતો રજૂ કરી હતી. જેમાં મોદી સરકારની કામગીરીઓ ગરીબો વિરોધી હોવાના આક્ષેપો કર્યા હતા. જ્યારે વર્ષ 2019માં કોંગ્રેસની સરકાર બને એવું તરત જ દરેકના બેન્ક ખાતામાં પૈસા જમા કરાવવાની વાત રજૂ કરી હતી.

કાર્યકારિણીની બેઠક બાદ અમદાવાદના અડાલજ નજીક કોંગ્રેસની જનસભા મળી હતી. જેમાં પ્રિયંકા ગાંધીએ વાયદાઓ આપતા મોદી સરકાર સામે પ્રહાર કર્યા હતા. વચનો પૂર્ણ કરવામાં મોદી નિષ્ફળ હોવાના આક્ષેપ પણ કર્યા હતા. જ્યારે રાહુલ ગાંધીએ આક્રમક મિજાજમાં મોદી સરકારને ઘેરી હતી.

રાહુલ ગાંધીએ રાફેલ સોદામાં કૌભાંડ, દેશના આર્થિક અપરાધો, મોદી સરકારની નિષ્ફળતા સહિતના મુદ્દે લોકોને સંબોધિત કર્યા હતા. જ્યારે આગામી લોકસભા ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ કોંગ્રેસ સરકાર દેશના તમામ પરિવારોની મિનિમમ આવક આપશે તેવું એલાન કર્યું હતું. જેમાં દરેક પરિવારના બેંક ખાતામાં ચોક્કસ રકમ જમા કરાવવાનું ઐતિહાસિક વચન આપ્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code