File Photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

રાફેલ ડીલ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન મોદી ઉપર હુમલો કર્યો છે. તેમણે કહયુ છે કે, મોદીએ અનિલ અંબાણીના વચેટીયાની ભુમિકા નિભાવી છે. આ સાથે એક ઈ-મેલનો સંદર્ભ ટાંકીને પીએમ મોદી ઉપર આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલે જણાવ્યું કે રાફેલ મામલે બચાવવાના અને છુપાવવાના કાર્યો થયા. દુનિયાની સૌથી મોટી સુરક્ષા ડીલ થઇ રહી હોય અને આ અંગે સંરક્ષણ મંત્રીને જ ખબર ન હોય, સંરક્ષણ સચિવને નહિ પરંતુ આ મુદ્દે અનિલ અંબાણીએ જાણકારી હતી. રાહુલે કહ્યું કે, નરેન્દ્ર મોદી એક ભ્રષ્ટ વ્યક્તિ છે.

રાફેલ ડીલ મામલે એક પછી એક સત્યો સામે આવી રહયા છે. પહેલા કિંમતની વાત થઇ, પછી રક્ષામંત્રીએ કહ્યું કે અમને ખબર નહોતી, ત્યારબાદ ઓલાંદની વાત સામે આવે છે. રાહુલે આ સાથે કહ્યું કે, ‘પીએમ મોદીએ ગુપ્તતાના કાયદાનો ભંગ કર્યો છે. પીએમ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત થઇ છે. વડાપ્રધાન સામે ગુનાહિત કાર્યવાહી થવી જોઈએ.’

રાહુલે કહ્યું કે CAG નો મતલબ ‘ચોકીદાર ઑડીટર જનરલ’ રિપોર્ટ છે. અમારું કામ સરકાર ઉપર દબાણ ઉભું કરવાનું છે અને કોંગ્રેસ પાર્ટી ખુબ જ તાકાત સાથે આ કાર્ય કરી રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code