મોદીને રાહુલ ગાંધીનો પડકાર : મારી સાથે ર૦ મિનિટ રાફેલ ડીલ પર ચર્ચા કરો

અટલ સમાચાર,ડેસ્ક રાફેલ ડીલ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં રાફેલ મુદ્દે જોરદાર ચર્ચા બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ હતુ. આ દરમિયાન રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વન ટુ વન ચર્ચાનો પડકાર સુદ્ધા આપી દીધો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે હું પ્રધાનમંત્રી મોદીને ચર્ચાનો પડકાર આપુ છુ, હું તેમની સાથે 20
 
મોદીને રાહુલ ગાંધીનો પડકાર : મારી સાથે ર૦ મિનિટ રાફેલ ડીલ પર ચર્ચા કરો

અટલ સમાચાર,ડેસ્ક

રાફેલ ડીલ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે લોકસભામાં રાફેલ મુદ્દે જોરદાર ચર્ચા બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ હતુ. આ દરમિયાન રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વન ટુ વન ચર્ચાનો પડકાર સુદ્ધા આપી દીધો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ કે હું પ્રધાનમંત્રી મોદીને ચર્ચાનો પડકાર આપુ છુ, હું તેમની સાથે 20 મિનિટ ચર્ચા કરવા ઈચ્છુ છુ. એટલુ જ નહિ તેમણે રાફેલ ડીલ મુદ્દે એક પછી એક ઘણા સવાલોના જવાબ પણ કેન્દ્ર સરકાર પાસે માંગ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યુ કે હું પ્રધાનમંત્રી પાસે રાફેલ અંગે ચર્ચા કરવા ઈચ્છુ છુ. તેમની પાસે હિંમત નથી. રાહુલે કહ્યુ કે અહીં સુધી કે પીએમ મોદી પ્રેસ સામે પણ નથી બેસી શકતા. આ સાથે તેમણે કહયું હતુ કે, મને પીએમ મોદી સાથે રાફેલ ડીલ પર વાત કરવામાં જરૂર ખુશી થશે. સમગ્ર મામલે કોર્ટનો ચુકાદો સ્પષ્ટ છે કે આ અમારુ ક્ષેત્ર નથી. ચુકાદામાં ક્યાંય કહેવામાં નથી આવ્યુ કે આમાં ભ્રષ્ટાચાર છે. તેમણે કહ્યુ કે ટેપ સાચી છે બીજી પણ આવા પ્રકારની ટેપ હોઈ શકે છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે સત્ય એ જ છે કે 30 હજાર કરોડ અનિલ અંબાણીને આપવામાં આવ્યા છે અને ચોકીદાર ચોર છે.