આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગુરૂવારે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ રાહુલ ગાંધીએ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી શહીદ થયેલા જવાનો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. રાહુલે જણાવ્યું હતું કે, મારા દિલને ચોંટ પહોચી છે અને ફોર્સ અને તેમના પરિવાર બાળકો અને ભાઈ બહેન માટે કહીશ કે અમે તમારી સાથે ઉભા છીએ. તેમણે કહ્યું કે કોઈ પણ પ્રકારની તાકાત અમને નહીં તોડી શકે. સમગ્ર કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ એકસાથે શહીદ જવાનોની પડખે ઉભું છે.

તેમણે કહ્યું કે દેશને તોડવાના આતંકવાદીઓના મનસૂબા પાર નહીં આવે. જવાનો પર થયેલો હુમલો અતિ નિંદનીય છે. અમે જવાનો અને સરકારની સાથે છીએ. કોઈ પ્રકારની તાકાત અમને તોડી નહીં શકે. આ દેશ પર સીધું આક્રમણ છે. તેમણે કહ્યું કે આજે સમગ્ર દેશમાં શોકની લાગણી છે. આજનો દિવસ દુ:ખનો દિવસ છે. આતંકવાદ સાથે ભેગા મળીને લડીશું અને આતંકવાદ સાથે કોઈ પણ પ્રકારની સમજુતી નહીં થાય.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code