રેઈડ@છોટાઉદેપુર: SOG અને પોલીસની સંયુક્ત કાર્યવાહી, 1.23 કરોડનો ગાંજો ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક છોટા ઉદેપુરના એક ગામમાં એસઓજી અને પોલીસ દ્વારા બાતમી આધારે રેઈડ કરાઈ હતી. જેમા 1.23 કરોડનો ગાંજો ઝડપાતાં ચકચાર મચી ગઈ હતી. આ કાર્યવાહીમાં ગામના ખેતરમાં રેઈડ કરી લીલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની સાથે બે આરોપીઓ ઝડપાતાં પોલીસે મુદ્દામાલ ઝપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અટલ સમાચાર
 
રેઈડ@છોટાઉદેપુર: SOG અને પોલીસની સંયુક્ત કાર્યવાહી, 1.23 કરોડનો ગાંજો ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છોટા ઉદેપુરના એક ગામમાં એસઓજી અને પોલીસ દ્વારા બાતમી આધારે રેઈડ કરાઈ હતી. જેમા 1.23 કરોડનો ગાંજો ઝડપાતાં ચકચાર મચી ગઈ હતી. આ કાર્યવાહીમાં ગામના ખેતરમાં રેઈડ કરી લીલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની સાથે બે આરોપીઓ ઝડપાતાં પોલીસે મુદ્દામાલ ઝપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

છોટા ઉદેપુરના મીઠીબોર ગામમાં મોટી રકમનો ગાંજો હોવાનુ પોલીસને જાણવા મળ્યું હતુ. આ બાતમી આધારે એસઓજી તથા પોલીસે ઘટનાસ્થળે અચાનક રેઈડ કરી હતી. જેમાં રેઈડ દરમ્યાન એસઓજી ટીમને અધધ 1.23 કરોડનો લીલો ગાંજો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં બે આરોપી પણ ઝડપાયાં હતા. છોટા ઉદેપુર પોલીસ તથા એસઓજી ટીમે સંયુક્ત્ત કાર્યવાહી કરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, છોટા ઉદેપુર જીલ્લાના મીઠીબોર ગામના ખેતરમાં ગાંજાનુ વાવેતર કરાયુ હતુ. જેની જાણકારી એસઓજી ટીમ તથા પોલીસને થતાં તેઓએ અચાનક રેઈડ પાડી 1.23 કરોડના ગાંજા સાથે બે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઝડપાયેલા આરોપીનુ નામ શૈલેશષ રાઠવા તથા અલસિંગ રાઠવા સામે આવ્યુ હતુ.