દરોડા@કાંકરેજ: નદીમાં રાત્રે ખાણ ખનિજે હિટાચી મશીન અને ડમ્પર સીઝ કર્યુ

અટલ સમાચાર, કાંકરેજ બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ ઘ્વારા ગત મોડીરાત્રે ખાણમાફીયાઓ કાર્યવાહી કરવામાં આવી હતી. કાંકરેજ તાલુકાના કસલપુર ખાતે બનાસ નદીમાં મધરાતે ખાણ ખનીજે દરોડા પાડી એક હિટાચી મશીન અને ડમ્પર સીઝ કરતા ખાણમાફીયાઓમાં ખળભળાટ મચી ગયો છે. કાંકરેજ તાલુકાના કસલપુર ખાતે બનાસ નદીના પટમાં ગત મોડીરાતે ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રીએ વોચ ગોઠવી હતી. આ
 
દરોડા@કાંકરેજ: નદીમાં રાત્રે ખાણ ખનિજે હિટાચી મશીન અને ડમ્પર સીઝ કર્યુ

અટલ સમાચાર, કાંકરેજ

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ ઘ્વારા ગત મોડીરાત્રે ખાણમાફીયાઓ કાર્યવાહી કરવામાં આવી હતી. કાંકરેજ તાલુકાના કસલપુર ખાતે બનાસ નદીમાં મધરાતે ખાણ ખનીજે દરોડા પાડી એક હિટાચી મશીન અને ડમ્પર સીઝ કરતા ખાણમાફીયાઓમાં ખળભળાટ મચી ગયો છે.

કાંકરેજ તાલુકાના કસલપુર ખાતે બનાસ નદીના પટમાં ગત મોડીરાતે ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રીએ વોચ ગોઠવી હતી. આ દરમ્યાન તેમણે એક હિટાચી મશીન અને ડમ્પર સીઝ કર્યું છે. સુત્રો તરફથી મળતી માહિતિ મુજબ તેમની પાસેથી અંદાજે દસ લાખ જેટલા દંડની વસુલાત કરવામાં આવશે.

ખાણ ખનીજે કાંકરેજના કસલપુરમાં કાર્યવાહી કર્યા બાદ વહેલી સવારે પાલનપુરમાંથી પણ માટી ભરેલ એક ડમ્પર જપ્ત કર્યું છે. ખાણ ખનીજે કુલ મળી ૭૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતા ખળભળાટ મચી ગયો છે.