આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડીસા

ડીસા તાલુકાના ગામે ખેતરમાંથી ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાયું છે. ભીલડી પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે ગામના ખેતરમાં રેઇડ કરી હતી. જ્યાં ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના છોડ મળી આવતાં ઇસમને ઝડપી લેવાયો હતો. આ સાથે ગાંજાના 4 છોડ મળી કુલ કિં.રૂ 44,000નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે ઇસમને ઝડપી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં નાર્કોટીક્સ લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને શિહોરી સર્કલ ઇન્સપેક્ટર કે.એસ.ચૌધરીના વડપણ હેઠળ ભીલડી PSI એ.બી શાહની ટીમે તાલુકાના મુડેઠા ગામે રેઇડ કરી હતી. જ્યાં વિરમજી ચેનજી રાઠોડે પોતાના ખેતરમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કર્યાનું ખુલ્યું હતું. જેથી સ્થળ પર પહોંચી ગાંજાના છોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યા હતો.

સુત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી પોલીસે નાર્કોટીક્સ લગત મોટી કાર્યવાહીઓ કરી છે. જેમાં ગઇકાલે બપોરના સમયે ડીસા તાલુકાના મુડેઠા ગામે રેઇડ કરી ખેતરમાંથી ગાંજાના છોડ નંગ-4 કિં.રૂ 44,000નો વનસ્પતિજન્ય માદક પર્દાથ ગાંજાનો જથ્થાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ સાથે ઇસમને ઝડપી પાડી તેના વિરૂધ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(C), 20(B)iiC મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code