રેઇડ@મહેસાણા: હાઇવે પર દારૂ કટીંગ વખતે પોલીસ ત્રાટકી, ફીલ્મી ઢબે ઝબ્બે

અટલ સમાચાર,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) ઉનાવા પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન બાતમીને આધારે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને જોઇ ગયેલા કારચાલકે ગાડી ભગાવતા પોલીસે ફિલ્મીઠબે ગાડી ઉપર લબડી જઇને ચાલુ ગાડીએ ચાવી નીકાળી તેની અટકાયત કરી હતી. સમગ્ર રેડમાં પોલીસે 1,27,580ના વિદેશી દારૂ સાથે કુલ 9,30,510ના મુદ્દામાલ સહિત બે લોકોને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી
 
રેઇડ@મહેસાણા: હાઇવે પર દારૂ કટીંગ વખતે પોલીસ ત્રાટકી, ફીલ્મી ઢબે ઝબ્બે

અટલ સમાચાર,મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

ઉનાવા પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન બાતમીને આધારે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને જોઇ ગયેલા કારચાલકે ગાડી ભગાવતા પોલીસે ફિલ્મીઠબે ગાડી ઉપર લબડી જઇને ચાલુ ગાડીએ ચાવી નીકાળી તેની અટકાયત કરી હતી. સમગ્ર રેડમાં પોલીસે 1,27,580ના વિદેશી દારૂ સાથે કુલ 9,30,510ના મુદ્દામાલ સહિત બે લોકોને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહેસાણા જીલ્લા પોલીસવડા મનિષસિંહે પ્રોહી-જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સૂચના આપી હતી. જે અનુસંધાને ઉનાવા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સી.વાય.બારોટ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન પોલીસે બાતમીને આધારે મહેસાણા-ઉંઝા હાઇવે પર આવેલ સાહીલ હોટલના પાર્કીંગમાં એક લાલ કલરની આઇ-10 ગાડીમાંથી ગે.કા.ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે પુછપરછ કરતા કારચાલકે ટ્રકમાંથી દારૂ થોડીવાર પહેલા જ ગાડીમાં ભર્યો હોવાનુ કહ્યુ હતુ. જેથી પોલીસે મીરાદાતાર પાસેથી ટ્રક ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉનાવા પોલીસે જ્યારે અચાનક રેડ કરી ત્યારે ગભરાઇ ગયેલા કારચાલકે કાર દોડવી હતી. પરંતુ પીએસઆઇ ફિલ્મીઢબે કારના આગળના દરવાજાએ લબડી ગયા બાદ ચાલુ ગાડીએ ચાવી નીકાળી લીધી હતી. પોલીસે બે આરોપીઓની અટકાયત કરી વિદેશી દારૂની બોટલો નંગ-784, બીયરના ટીન નંગ-336 મળી કુલ રૂ.1,27,580નો પ્રોહી મુદ્દામાલ, પકડાયેલ ટ્રકનાં ડ્રાઇવરની અંગ જડતી કરતાં તેના ખિસ્સામાંથી જુદા-જુદા દરની ચલણી નોટો રોકડ રૂ 2930, ટ્રકની કીંમત રૂ. 5,50,000, આઇ-10 કારની કીંમત રૂ. 2,50,000 ગણી કુલ મુદ્દામાલ રૂ. 9,30,510 નો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.