આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, વડગામ

વડગામ તાલુકાના ગામે ખેતરમાંથી ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાયુ છે. વડગામ પોલીસની ટીમે ચોક્કસ બાતમી આધારે ગામના ખેતરમાં રેઇડ કરી હતી. જ્યાં ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના છોડ મળી આવતાં ઇસમને ઝડપી લેવાયો હતો. આ સાથે ગાંજાના 8 છોડ સહિત ભુક્કાવાળો ગાંજો મળી કુલ કિ.રૂ.69,150નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે ઇસમને ઝડપી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા SP તરૂણ દુગ્ગલે જીલ્લામાં નાર્કોટીક્સ લગત કડક કાર્યવાહી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને પાલનપુર સર્કલ ઇન્સપેક્ટર એન.ડી.અંસારીના વડપણ હેઠળ વડગામ પોલીસના PSI એ.એસ.રબારીની ટીમે તાલુકાના ભુખલા ગામે રેઇડ કરી હતી. જ્યાં ભીખાજી બબાજી ઠાકોરે પોતાના ખેતરમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કર્યાનું ખુલ્યુ હતુ. જેથી સ્થળ પર પહોંચી ગાંજાના છોડ અને ભુક્કાવાળો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા 2-3 દિવસથી પોલીસે નાર્કોટીક્સ લગત મોટી કાર્યવાહીઓ કરી છે. જેમાં ગઇકાલે સાંજના સમયે વડગામ તાલુકાના ભુખલા ગામે રેઇડ કરી ખેતરમાંથી ગાંજાના છોડ નંગ-8 કિ.રૂ.67,350, ગાંજાના પાંદડાનો ભુક્કાવાળો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો કિ.રૂ.1800 મળી કુલ કિ.રૂ.69,150નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે ઇસમને ઝડપી પાડી તેના વિરૂધ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(c), 20(a), 20(b)iiC મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code