વરસાદઃ આસામમાં અતિવૃષ્ટિ ના કારણે 86 લોકોના મોત

અટલ સમાચાર,ડેસ્ક આસામમાં આવેલા ભયંકર પૂરનાં કારણે સોમવારે વધુ ચાર લોકોનાં મોત નિપજ્યાં હતાં અને પૂરનાં કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 86 પર પહોંચી હતી. જોકે આસામમાં સ્થિતિ થાલે પજવાની શરૂઆત થઇ અને ઘણા ભાગોમાં પાણી ઓસરી રહ્યાં છે. આસામ રાજ્યનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં જણાવ્યા પ્રમાણે, આસામમાં 17 જિલ્લાઓમાં 50 મહેસૂલી સર્કલનાં 1348 ગામો પૂરથી
 
વરસાદઃ આસામમાં અતિવૃષ્ટિ ના કારણે 86 લોકોના મોત

અટલ સમાચાર,ડેસ્ક

આસામમાં આવેલા ભયંકર પૂરનાં કારણે સોમવારે વધુ ચાર લોકોનાં મોત નિપજ્યાં હતાં અને પૂરનાં કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 86 પર પહોંચી હતી.

જોકે આસામમાં સ્થિતિ થાલે પજવાની શરૂઆત થઇ અને ઘણા ભાગોમાં પાણી ઓસરી રહ્યાં છે. આસામ રાજ્યનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં જણાવ્યા પ્રમાણે, આસામમાં 17 જિલ્લાઓમાં 50 મહેસૂલી સર્કલનાં 1348 ગામો પૂરથી પ્રભાવિત છે.

જે જિલ્લાઓ પૂરથી અસરગ્રસ્ત છે તેમાં ધેમાજી, સોનિતપુર, દારંગ, બક્સા, બારપેતા, નલબારી, ચિરાંગ, કોકરાજહાર, ગોલપરા, કામરૂપ, મોરીગાંવ, નાગો, ગોલાઘાટ, જોરઘટ અને કછરનો સમાવેશ થાય છે.

એક અંદાજ મુજબ, 522 રાહત કેમ્પો ખોલવામાં આવ્યા તેમાં 50 હજારથી વધુ લોકો આસરો લઇ રહ્યાં છે. બ્રહ્રપુત્રા નદી ભયંકર સપાટીએ વહી રહી છે.

આ દરમિયાન, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ ઓફ નોર્થ ઇસ્ટર્ન રિજીયને મુખ્યમંત્રી રાહત ફંડમાં દસ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.
વિવિધ સંસ્થાઓ દ્વારા રાહત કાર્યો માટે દાન આપવામાં આવી રહ્યું છે.