વરસાદ@ખેડબ્રહ્મા: બે પરિવારોના કાચા મકાનની દિવાલ ધ્વસ્ત, જાનહાની ટળી

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે થયેલી અસરો ધીમેધીમે સામે આવી રહી છે. જેમાં ખેડબ્રહ્મા તાલુકાના બે ગામોમાં કાચા મકાનની દિવાલો ધરાશાયી થતા હડકંપ મચી ગયો છે. સદનસીબે જાનહાનિ ટળી હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આવાસ યોજનાનો લાભ જરૂરીયાત મંદો પૈકી બાકી પરિવારોને નહિ મળતા કાચા મકાનના પરિવારો હાલાકીનો સામનો
 
વરસાદ@ખેડબ્રહ્મા: બે પરિવારોના કાચા મકાનની દિવાલ ધ્વસ્ત, જાનહાની ટળી

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે થયેલી અસરો ધીમેધીમે સામે આવી રહી છે. જેમાં ખેડબ્રહ્મા તાલુકાના બે ગામોમાં કાચા મકાનની દિવાલો ધરાશાયી થતા હડકંપ મચી ગયો છે. સદનસીબે જાનહાનિ ટળી હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. આવાસ યોજનાનો લાભ જરૂરીયાત મંદો પૈકી બાકી પરિવારોને નહિ મળતા કાચા મકાનના પરિવારો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

વરસાદ@ખેડબ્રહ્મા: બે પરિવારોના કાચા મકાનની દિવાલ ધ્વસ્ત, જાનહાની ટળી

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનાં શીલવાડ અને ભુતીયા ગામે કાચાં મકાનની દિવાલ ભારે વરસાદથી ધરાશાયી થઇ છે. બે દિવસથી પડેલા મુશળધાર વરસાદનાં લીધે બે પરિવારોને નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ છે. શીલવાડ ગામના તરાલ દશરથભાઇ અને ભુતીયા ગામનાં ખરાડી પ્રકાશભાઇનાં મકાનની દિવાલ ધરાશાયી થઇ પરંતુ સદનસીબે જાનહાની નથી. જેથી બંને પરિવારોમાં રાહતની લાગણી બની છે.

વરસાદ@ખેડબ્રહ્મા: બે પરિવારોના કાચા મકાનની દિવાલ ધ્વસ્ત, જાનહાની ટળી