વરસાદ: ઉત્તર ગુજરાતમાં ચોમાસું જામ્યું, બનાસકાંઠામાં તળાવ ફાટ્યું

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ (દશરથ ઠાકોર,રામજી રાયગોર,અંકુર ત્રિવેદી) ભારે ઉકળાટ બાદ રવિવાર મોડી સાંજથી સમગ્ર ઉત્તર ગુજરાત સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં નોંધપાત્ર વરસાદથી ખેડુતોના ચહેરા ખીલી ઉઠયા છે. તો બનાસકાંઠાના વાવ પંથકમાં 8 કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબકતા માડકા ગામનું તળાવ ફાટ્યું છે. પાણીના પ્રવાહને કારણે નજીકમાંથી
 
વરસાદ: ઉત્તર ગુજરાતમાં ચોમાસું જામ્યું, બનાસકાંઠામાં તળાવ ફાટ્યું

અટલ સમાચાર, ઉત્તર ગુજરાત ટીમ (દશરથ ઠાકોર,રામજી રાયગોર,અંકુર ત્રિવેદી)

ભારે ઉકળાટ બાદ રવિવાર મોડી સાંજથી સમગ્ર ઉત્તર ગુજરાત સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં નોંધપાત્ર વરસાદથી ખેડુતોના ચહેરા ખીલી ઉઠયા છે. તો બનાસકાંઠાના વાવ પંથકમાં 8 કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબકતા માડકા ગામનું તળાવ ફાટ્યું છે. પાણીના પ્રવાહને કારણે નજીકમાંથી પસાર થતો રસ્તો ધોવાઇ ગયો છે.વરસાદનું પાણી ગામમાં ઘૂસી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વરસાદ: ઉત્તર ગુજરાતમાં ચોમાસું જામ્યું, બનાસકાંઠામાં તળાવ ફાટ્યું

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે ઉકળાટ બાદ રવિવાર સાંજથી મેધરાજા કૃપા વરસાવી રહયા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે 9 ઇંચ વરસાદ વાવ તાલુકામાં નોંધાયો છે. ભારે વરસાદને પગલે વાવ તાલુકાના અનેક ગામોના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ મામલે ગામના લોકોએ તંત્રને જાણ કરીને પાણીને ગામમાં પ્રવેશતું રોકવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે.

વરસાદ: ઉત્તર ગુજરાતમાં ચોમાસું જામ્યું, બનાસકાંઠામાં તળાવ ફાટ્યું

બીજી તરફ મહેસાણામાં પણ નોંધપાત્ર વરસાદ વરસતા ખેડુતોએ હાશકારો અનુભવ્યો છે. મહેસાણાના રાધનપુર ચોકડી, મોઢેરા ચોકડી, તોરણવાડી ચોક, વિસનગર લિંક રોડ, ભમ્મરીયા નાળા, ગોપીનાળા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા ઠેર-ઠેર પાણીના ખાબોચિયા ભરાઇ ગયા હતા.

વરસાદ: ઉત્તર ગુજરાતમાં ચોમાસું જામ્યું, બનાસકાંઠામાં તળાવ ફાટ્યું

તો, પાટણ જીલ્લામાં પણ ટી.બી.ત્રણ રસ્તા, હિંગળાચાચર ચોક, સુભાષ ચોક, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાઇ ગયા છે. જેને લઇ પાલિકા તંત્રની બેદરકારી પણ છતી થઇ છે.

બનાસકાંઠાના વાવમાં ફક્ત આઠ જ કલાકમાં નવ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા વાવની સરસ્વતી વિદ્યા મંદિરનું કેમ્પસ પાણીમાં ગરક થઈ ગયું હતું. વાવ-થરાદ હાઇવે પર પણ પાણી ભરાયા હતા. બીજી તરફ વાવનું વાઢીયા વાસ ગામ વરસાદને પગલે પાણીમાં ગરક થઈ ગયું છે. ગામમાં જવાને રસ્તે પાણી ભરાય છે. આ ઉપરાંત ગામમાં આવેલા કાચા મકાનોની દીવાલો ધસી પડી છે.

વરસાદ: ઉત્તર ગુજરાતમાં ચોમાસું જામ્યું, બનાસકાંઠામાં તળાવ ફાટ્યું

વાવમાં એકસાથે નવ ઇંચ વરસાદ મુશ્કેલી ઉપરાંત ખેડૂતો માટે ખુશી લાવ્યો છે. વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે અત્યાર સુધી જે વરસાદ પડ્યો છે તેનાથી ખૂબ ફાયદો થયો છે, પરંતુ હવે વધારે વરસાદ પડશે તો જુવાર, બાજરી અને ગુવારના પાકને નુકસાનનો ડર છે.

કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ

જિલ્લો                  વરસાદી આંકડા

બનાસકાંઠા             50 મી.મી.

સાબરકાંઠા             17 મી.મી.

અરવલ્લી               11 મી.મી.

મહેસાણા               10 મી.મી.