વરસાદ@વડોદર: M.S. Universityની કાંસમાં દેખાયો મહાકાય મગર

અટલ સમાચાર, ડેસ્ક વડોદરામાં વિશ્વામિત્રીની જળ સપાટી આજે સવારે 25.25 ફૂટને આંબી ગઇ હતી. એમ.એસ.યુનિવર્સિટીનાં સી.સી. મહેતા ઓડિટોરિયમના પાછળનાં ભાગમાં આવેલી કાંસમાં મગર દેખાયો હતો. આ મહાકાય મગરને જોઇને સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. વડોદરામાં વિશ્વામિત્રીની જળસપાટી વધતા મગરો આવવાનો ખતરો વધ્યો છે. નોંધનીય છે કે, વિશ્વામિત્રીની જળ સપાટીનું ભયજનક સ્તર 26 મીટર છે.
 
વરસાદ@વડોદર: M.S. Universityની કાંસમાં દેખાયો મહાકાય મગર

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરામાં વિશ્વામિત્રીની જળ સપાટી આજે સવારે 25.25 ફૂટને આંબી ગઇ હતી. એમ.એસ.યુનિવર્સિટીનાં સી.સી. મહેતા ઓડિટોરિયમના પાછળનાં ભાગમાં આવેલી કાંસમાં મગર દેખાયો હતો. આ મહાકાય મગરને જોઇને સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. વડોદરામાં વિશ્વામિત્રીની જળસપાટી વધતા મગરો આવવાનો ખતરો વધ્યો છે. નોંધનીય છે કે, વિશ્વામિત્રીની જળ સપાટીનું ભયજનક સ્તર 26 મીટર છે. આજવા સરોવરની જળ સપાટી 212.45 થઇ ગઇ છે. જ્યારે તેની ભયજનક સપાટી 214 ફૂટ છે.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ ઉપરાંત વિશ્વામીત્રી નદીની સપાટી વધતા જિલ્લાનું પીલોલ ગામ સંપર્ક વિહોણુ બની ગયું છે. ગામના લોકો એક ફળિયામાંથી બીજા ફળિયામાં પણ જઈ શકતા નથી. ગામ લોકોએ કહ્યું હતું કે, રવિવારે રાત્રીના 11 વાગ્યાથી પાણી ઘુસવાનું શરૂ થતા જ ગામના નિચાણવાળા વિસ્તારોમાં લોકો પોતાનો સામાન ઉંચે ચઢાવીને ઘરની ઉપર અગાસી કે પતરા પર ચઢી ગયા હતા. ગામ લોકોને સૌથી મોટો ડર પાણીમાં આવી ચઢેલા મગરોનો હતો.

સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 10 લાખ ક્સુસેકથી વધુ પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂર આવ્યું છે. નર્મદા નદીના કાંઠાના ગામોમાં નદીના પાણી પ્રવેશતા વડોદરા જિલ્લાના ડભોઇ, શિનોર અને કરજણ તાલુકાના પાંચ ગામોમાંથી અનેક વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.